તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

29મીએ MSUનો 68મો પદવીદાન સમારંભ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 68 માં પદવીદાન સમારંભની 29 જાન્યુ.ના રોજ યોજવામાં અાવશે. પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનના પ્રોફેસર ડી.પી. સિંગ હાજર રહેશે. લાંબા સમયથી ચીફ ગેસ્ટ નક્કી ન થતા અત્યાર સુધી સર્જાયેલી અનિશ્ચિતતા અાખરે દુર થઇ.

પ્રાપ્ત વિગતો અનુસાર, એમ.એસ.યુનિ.માં 29 જાન્યુ. બુધવારના રોજ 68 મો પદવીદાન સમારંભ યોજાશે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે યુ.જી.સી.ના ચેરમેન પ્રો.ડી.પી. સિંગ હાજર રહેશે. પ્રોફેસર ડી.પી. સિંગ 34 શૈક્ષણિક ક્ષેત્રમાં 34 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વર્ષ 2015 માં પાચ વર્ષ માટે નેક કમિટીના ડાયરેક્ટર તરીકે નિમવામાં અાવ્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2017 માં તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન ના ચેરમેન તરીકે નિમાયા હતા. યુનિ.ના પદવીદાન સમારંભમાં પ્રેસીડેન્ટ, રાજ્યના મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓ ચીફ ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો.

ચાલુ વર્ષે પદવીદાન સમારંભમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને બોલાવવા વાટાઘાટો થઇ હતી, પરંતુ કન્ફર્મેશન ન મળતા મામલે અનિશ્ચિતતા સર્જાઇ હતી.અાખરે 29 જાન્યુઆરીના રોજ યુિન.નો પદવીદાન સમારંભ યોજવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો