તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Msu Team Will Leave For Dubai On January 17 Under Study In Gujarat 073602

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટડી ઇન ગુજરાત હેઠળ MSUની ટીમ 17 જાન્યુઆરીએ દુબઇ જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ટડી ઇન ગુજરાત અંતર્ગત એમ.એસ.યુનિ.ની ટીમ 17 મી જાન્યુઆરીએ દુબઇ જશે. આ ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે નાસીક, ઇન્દોર,ગુવહાટી ખાતે પણ રોડ-શો અને એકઝીબીશન યોજાશે. વિદેશી-રાજ્ય બહારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તેના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે.

દેશ-વિદેશથી ગુજરાતમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આર્કિષીત કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજયની અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજો પણ ભાગ લેશે. સ્ટડી ઇન ગુજરાતના ભાગરૂપે એમ.એસ.યુનિવર્સિટીની એક ટીમ 17 મી જાન્યુઆરીએ દુબઇ જશે. ઉપરાંત યુનિવર્સિટીની એક ટીમ આંતર રાજય પ્રવાસ પણ કરશે. જેમાં ગુવહાટી અને નાસીક ખાતે એમ.એસ.યુનિવર્સિટી લીડ કરશે. 20 જાન્યુઆરીએ ગુવહાટી અને 31 જાન્યુઆરી નાસીક જશે. 21 જાન્યુઆરીએ ઇન્દોર જશે.

જુદા પડતા અભ્યાસક્રમના પ્રચાર પર ભાર મૂકાશે
એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો જેવા કે બાયોકેમેસ્ટ્રી, બાયોટેકનોલોજી,બોટની,એન્વાયરમેન્ટ સાયન્સ,એમઆરઆઇડી,ફાઇન આર્ટસ, હોમ સાયન્સના ફૂડ એન્ડ ન્યુટ્રીશન,ફેશન ટેકનોલોજી,મ્યુઝીક કોલેજ વિશે માહિતી અપાશે.

યુનિ.માં 2 હજાર રાજ્ય બહારના વિદ્યાર્થીઓ
હાલમાં એમ.એસ.યુનિવર્સિટીમાં કુલ 42000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 2 હજાર જેટલા વિદ્યાર્થી ગુજરાત બહારના છે. 90 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજય બહારના અને વિદેશમાંથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 હજાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો