તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરા મુદ્દે ફાયર િવભાગ બાદ હવે MSUને VMCની નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેમએસ યુનિવર્સિટીના મેઇન કેમ્પસ સહિતના બોઇઝ કેમ્પસ અને વિવિધ ફેકલ્ટીઓમાં સૂકા પાંદડાનો યોગ્ય નિકાલ ન કરવાના મુદ્દે યુનિ.ના 69 વર્ષના ઇતિહાસમાં ફાયર વિભાગે નોટિસ આપ્યાના 6 દિવસમાં જ હવે પાલિકાના આસી. મ્યુનિસિપલ કમિશનર(ઉત્તર ઝોન) દ્વારા યુનિવર્સિટીમાં કચરો પેદા થતો હોવાનું અને કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટેની નોટિસ ફટકારી છે.

નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે, ‘ યુનિવર્સિટીમાં મોટી માત્રામાં ઝાડ-પાન, કેન્ટીનનો કચરો, કિચન વેસ્ટ, મેડિકલ વેસ્ટ, કન્સ્ટ્રકશન વેસ્ટ પેદા થાય છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સની ગાઇડલાઇન મુજબ યુનિવર્સિટી વેસ્ટ જનરેટરની વ્યાખ્યામાં આવે છે. તેથી આ તમામ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં ન આવતા હોવાની વ્યાપક ફરિયાદો મળી છે. આ ઉપરાંત ઘન કચરો તથા કન્સ્ટ્રકશન વેસ્ટ પણ ભૂખી કાંસમાં યુનિવર્સિટી નાંખતી હોવાનું પણ પાલિકાએ નોંધ્યું છે. નોટિસમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, ઘન કચરાનો યોગ્ય નિકાલ ન કરાતો હોઇ આરોગ્યને લગતા પ્રશ્નો, મચ્છર, રોગચાળો વગેરે પ્રશ્નો ઊભા થાય છે.અને કોલેજના વિદ્યાર્થીઓની તંદુરસ્તી બગડી શકે છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી જીપીએમસી અેક્ટ મુજબ યુનિ.ની છે. જેથી યોગ્ય નિકાલ કરવો.

ભૂખી કાંસ યુિન. કે પાલિકા સાફ કરશે ?
કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે, આ નોટિસ એમએસયુ ઘોળીને પી જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આ સ્થિતિમાં પાલિકા જ ભૂખી કાંસમાં ઊતરીને સાફ કરે તેવી શક્યતા છે. જોકે એ માટેનો ચાર્જ એમએસયુ પાસે વસૂલે છે કે નહીં જેવી બાબતો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...