મ.સ. યુનિ.ના 2 વિદ્યાર્થીઓ ચોરીની બાઇક સાથે પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરણી તળાવ પાસેથી ચોરીના 2 વાહન સાથે ક્રાઇમ બ્રાન્ચે મ.સ. યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતાં. આ વાહનો ગોત્રી અને પાણીગેટ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરતાં બંનેને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે.

વાહન ચોરીના ગુનાઓને શોધવા સક્રિય ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરણી તળાવ હનુમાન મંદિર સામેથી 2 વાહન ચોરને પકડ્યા હતાં. પૂછતાછમાં આજવા રોડ હરિ ટાઉનશીપનો અંકુશ જિતેન્દ્રસિંહ રાજપૂત અને આજવા રોડ સાંઇ શ્રદ્ધા સોસાયટીનો અમિત ઉર્ફે ચઢ્ઢો વિજયસિંહ ઠાકુર હોવાનું જણાવ્યું હતું. બંને મ.સ.યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. મોજ શોખ માટે બંને વાહનચોરીના રવાડે ચઢી ગયા હતાં.

બંને પાસેથી ચોરીના બે વાહનો મળ્યા હતાં. આ વાહન ગોત્રી અને પાણીગેટ વિસ્તારમાંથી ચોરી કરી હોવાથી તેમને સ્થાનિક પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...