SSGમાં MRI મશીન અપગ્રેડ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | હેલ્થ રિપોર્ટર. વડોદરા

સયાજી હોસ્પિટલ પરિસરમાં પીપીપી ધોરણે ચાલતાં અેમઅારઅાઇ અને સિટી સ્કેન સેન્ટરમાં રૂ.3 કરોડના ખર્ચે અેમઆરઅાઇ મશીનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. હજી સુધીના જૂના મશીનમાં 1.5 ટેસ્લા થકી ઇમેજ મળતી હતી. હવે અા અપગ્રેડેશન બાદ અેચડી 28માં સ્પષ્ટ ઇમેજ મળી શકશે. બુધવારે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિશે સહયોગ ઇમેજિંગ સેન્ટરના સંચાલક તરંગ શાહે જણાવ્યું હતું કે, ‘ આ ગુજરાતનું સૌ પ્રથમ મશીન છે જેને 28 ટેસ્લામાં અપગ્રેડ કરાયું છે. તેની કોઇલ અને ચેનલ પર અત્યાધુનિક છે.’
અન્ય સમાચારો પણ છે...