તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ.આર.એફ. અકેડેમીના10 દિવસીય કેમ્પમાં નિશાંત પટેલ બોલિંગ શીખશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીના નિશાંત પટેલની વર્ષ 2019માં એમ.આર.એફ પેસ અકેડેમી કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. યુનિની ટેક્નોલૉજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા નિશાંતે ધોરણ 10માં વડોદરા આવીને ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. કેમ્પમાં પસંદગી વિશે વાત કરતા નિશાંત પટેલે જણાવ્યું હતું કે સંજય હઝારે મારા કોચ છે અને તેમના દ્વારા મને અનેક પ્રકારની સહાયતા કરવામાં આવી છે. ચેન્નઈ ખાતે આવનાર દિવસમાં 10 દિવસ તાલીમ લેવા હું જઈ રહ્યો છું. આ કેમ્પમાં મને બોલીંગ સ્કીલ ઈમ્પ્રુવ કરવા માટેની તક મળશે, જેનાથી હું ભારતીય ટીમમાં મારુ સ્થાન બનાવવા માટે સક્ષમ થઈશ. 2008થી મારી ક્રિકેટની સફર ચાલુ થઇ, શરૂઆતમાં જયારે હું હિમંતનગરથી વડોદરા આવ્યો ત્યારે સોપ્રથમ મોહીનદાર લાલા અમરનાથ ક્રિકેટ અકેડમીમાં તાલીમ લીધી અને ત્યારબાદ વર્ષ 2017થી અત્યારસુધી એમ.એસ.યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં રમી રહ્યો છું. રણજી ટ્રોફી કેમ્પમાં સિલેક્ટ થનાર પ્રથમ ખેલાડી છે.

નિશાંત જમણા હાથનો ઝડપી બોલર અને લોઅર ઓર્ડર બેટ્સમેન છે. તેની ઊંચાઈ 6 ફીટથી વધુ છે અને તેની હાઈટના કારણે તે સ્વિંગ અને ક્રિકેટ બોલને બાઉન્સ કરવામાં સારો દેખાવ કરી શકે છે. “મારા પિતાએ મારી બોલિંગની સ્કીલને જોઈને મને ક્રિકેટમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું . હું ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને સ્વીંગના સુલતાન વસીમ અક્રમની જેમ બનવા માંગુ છુ નિષાંત હાલમાં પોતાના અભ્યાસમાં અને જાણીતા ક્રિકેટર બનવાના ગોલ સાથે આગળ વધી રહ્યો છે. આઈપીએલની મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં રમવા ઈચ્છે છે.

City Pride

િક્રકેટની પ્રેકટીસ સમયે કસરત કરી રહેલ િનશાંત પટેલ.

અન્ય સમાચારો પણ છે...