તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસુ-વહુઅે યુવકની સોનાની ચેઈન-લકી તોડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિઝામપુરા બસ ડેપો મોબાઈલમાં ઉભેલા યુવકની સોનાની ચેઈન અને લકી તોડીને સાસુ-વહુ ભાગી જતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નિઝામપુરાના સુર્યા ફ્લેટમાં રહેતો દિપરાજસિંહ ઝાલા (ઉ.વ.35) કંન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. 9 માર્ચના રોજ યુવક સાંજે સાડા છ વાગે નિઝામપુરા બસ ડેપો પાસે આવેલી ચિરાગ ટ્રેડિંગ કંપની નામની મોબાઈલ દુકાનમાં મોબાઈલ વેચવા પહોચ્યો હતો. દરમિયાન વહુ અને સાસુ ડિંમ્પલબેન હેમંતકુમાર પટેલ અને જયાબેન અંબાલાલ પટેલ દુકાનમાં ઘુસીને યુવક સાથેના આર્થીક લેતીદેતીના વ્યવહારની અદાવતમાં યુવકના હાથમાં પહેરેલી રૂ.50 હજારની બે તોલાની લકી અને રૂ.50 હજારની ચેઈન મળીને રૂ.1 લાખની મત્તા તોડી ભાગી ગયા હતા. યુવકે સાસુ-વહુ વિરૂધ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મુજબ તેને આ બંને મહિલાઓ સાથે કોઈ આર્થીક લેતી-દેતી પણ બાકી નથી.

અન્ય સમાચારો પણ છે...