તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોયઝ હોસ્ટેલમાં મોસ્કીટો નેટ લગાવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા .એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં પણ મોસ્કીટો નેટ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં 12 હોલોમાંથી 9 જેટલા હોલોમાં નેટ લગાવી દેવામાં આવી છે. અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં તમામ જગ્યાએ મોસ્કીટો નેટ લગાવી દેવામાં આવી છે. હવે બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં 9 જેટલા હોલમાં મોસ્કીટો નેટ લગાવી દેવામાં આવી છે. પોલિટેક્નિક કેમ્પસમાં આવેલા બોયઝ હોસ્ટેલમાં હજુ મોસ્કીટો નેટ લગાવવાની બાકી છે. કુલ 75 લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર હોસ્ટેલ કેમ્પસમાં મોસ્કીટો નેટ લગાવામાં આવનાર છે. જેમાંથી ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં 30 લાખ રૂપિયાના ખર્ચે નાખી દેવામાં આવી છે જયારે બાકીના બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં લગાવવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...