તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતાં વધુ એક શ્રમિકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં ચાલતી મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટ પર રોજમદારો તરીકે કામ કરતા શ્રમજીવીઓની સુરક્ષા સાથે ચેડાંને થઇ રહ્યાં છે. સુરક્ષાનાં પૂરતાં સંસાધનો ન હોવાને કારણે ગત અઠવાડિયં બે જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ પર ઊંચાઈએ કામ કરી રહેલા બે શ્રમિકો નીચે પટકતાં મોત નિપજ્યાં હતાં. જ્યારે શનિવારે મોડી સાંજે વધતુ એક શ્રમિકોનું સાઇટ પર ઊંચાઇએથી પટકતાં મોત નીપજ્યું હતું.

મૂળ દાહોદ જિલ્લાના લીમડા ભૂપેન્દ્ર ખોલ ગામ પાસેની શ્રીનાથજી દર્શન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ સાઇટ પરના એક ટેનામેન્ટમાં પહેલા માળે સેન્ટિંગ ખોલતી વખતે તે આકસ્મિક રીતે નીચે પડી ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાની પૂરતી તકેદારી ન હોવાને કારણે તે ઉપરથી પડી ગયો હતો.

સુરક્ષા સાધનોના અભાવને કારણે કોઈ શ્રમજીવીનું મૃત્યુ થયું હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ આ પ્રકારના સેંકડો કિસ્સાઓ નોંધાયા પણ છે અને તેની સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. છેલ્લા 10 દિવસમાં 15 ફેબ્રુઆરીએ નવાયાર્ડના એક યુવાનનું ન્યુ અલકાપુરીની એક કન્સ્ટ્રક્શન સાઇટના ચોથા માળે ફેબ્રિકેશનનું કામ કરતી વખતે નીચે પટકતાં મોત નીપજ્યું હતું. જ્યારે તેના બે દિવસ બાદ જ વાઘોડિયા રોડ પરની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મૂળ ઘોઘમ્બાના 28 વર્ષીય બકાભાઈ રાઠવાનું સાઇટના ચોથા માળે ચણતરકામ કરતી વખતે નીચે પટકાવાથી મોત નીપજ્યું હતું. બનાવોમાં પોલીસે પણ માત્ર અકસ્માત મોતની નોંધ કરીને તપાસ હાથ ધરે છે પરંતુ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા માટેનાં સંસાધનો ન હોવાને કારણે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી નથી.એમ મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો