તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE હેઠળ છ દિવસમાં પાંચ હજાર કરતાં વધુ ફોર્મ ભરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ છ દિવસમાં 5 હજાર કરતાં વધારે ફોર્મ ભરાયાં છે. 348 સ્કૂલોમાં કુલ 5973 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના ધસારાના પગલે 400 બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. આરટીઇ હેઠળ હજુ ચાર દિવસ પ્રવેશ ફોર્મ ભરવાનાં બાકી છે.

આરટીઇ હેઠળ ધોરણ 1 માં ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં આરટીઇ હેઠળ ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માત્ર છ દિવસના સમયગાળામાં 5 હજાર કરતાં વધારે પ્રવેશ ફોર્મ ભરાયાં છે. તારીખ 15મી એપ્રિલ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી કરાશે. ગત વર્ષે 321 સ્કૂલોની 5200 બેઠકો સામે 6200 ફોર્મ ભરાયાં હતાં. જોકે 4900 વિદ્યાર્થીઓ જ પ્રવેશ લીધા હતા.

ચાલુ વર્ષે શરૂઆતમાં 341 શાળાઓમાં 5600 બેઠકો હતી પરંતુ પાછળથી નવી શાળાઓ ઉમેરાતાં 348 સ્કૂલોમાં 5973 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ છ દિવસ બાકી હોવાથી ચાલુ વર્ષે 6,500 કરતાં વધારે ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...