તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2019માં પાલિકાનાં વધુ 75 કર્મચારીઓ નિવૃત્ત થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના વહીવટી તંત્ર માટે આગામી પાંચ વર્ષ અઘરાં સાબિત થશે. 2019માં ચાર અધિકારીઓ સહિત 75 કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે તો આગામી પાંચ વર્ષમાં સિનિયર અધિકારીઓ નિવૃત્તિના આરે પહોંચી રહ્યા છે.

પાલિકાના સામાન્ય વહીવટ વિભાગ તરફથી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં વર્ષ દરમ્યાન નિવૃત્ત થનારા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જેના આધારે ખાલી પડેલી જગાનો હવાલો કોને સુપરત કરવો અને કેવી રીતે ભરતી કરવી તેનું આયોજન કરવામાં સરળતા પડી શકે છે.પાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે હવાલો ધરાવતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દિપક ગુંજાલ ગત નવેમ્બર મહિનામાં નિવૃત્ત થઇ ગયા હતા પરંતુ ચીફ ફાયર ઓફિસરની જગા ખાલી પડતી હોવાથી તેમને ઇન્ચાર્જ સીએફઓ તરીકે એકસ્ટેન્શન આપવાની તંત્રને ફરજ પડી હતી.

આ યાદીમાં હવાલાના આસિ.કમિશનર(રે) અને ખાતાકિય તપાસ અધિકારી એવા વોર્ડ ઓફિસર કક્ષાના અધિકારી ઠાકોર ગાંધી, વોર્ડ ઓફિસર તરીકે હવાલો ધરાવતા રેવન્યુ ઓફિસર જગદીશ શાહ,હવાલાના આસિ.કમિશનર પ્રોજેકટ ઓફિસર કવિતા બહેન દેસાઇ,ફેમિલી વેલ્ફેર મેડિકલ ઓફિસર ડો.પ્રતિભાબહેન પટેલનો સમાવેશ થાય છે. 2019ના વર્ષમાં નિવૃત્ત થનારાં 75 કર્મચારીઓમાં 18 મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે તે નોંધનીય છે.

કયા મહિનામાં કેટલા કર્મચારી નિવૃત્ત
માસ નિવૃત્ત

જાન્યુઆરી 03

ફેબ્રુઆરી 02

માર્ચ 08

એપ્રિલ 12

મે 05

જૂન 17

માસ નિવૃત્ત

જુલાઇ 01

ઓગસ્ટ 05

સપ્ટેમ્બર 05

ઓકટોબર 05

નવેમ્બર 11

ડિસેમ્બર 01

અન્ય સમાચારો પણ છે...