તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોત્રી હોસ્પિટલનાં 300થી વધુ સફાઇકર્મીઓની હડતાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રી સ્થિત સરકારી GMRS હોસ્પિટલમાં 300થી વધુ સફાઇ કામદારોએ હડતાળ પાડતાં હોસ્પિટલની સફાઇ કામગીરી ખોરવાઇ ગઇ હતી. ગત ગુરુવારે બપોર દરમિયાન સમયે હાઉસ ક્લિનિંગની સફાઇ એજન્સીની મહિલા સુપરવાઇઝરને ત્રણ મહિલા સફાઇ સેવિકાઓએ ઝપાઝપી કરીને નખોરિયા ભરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન મહિલા સફાઇ સેવિકાઓને એજન્સી દ્વારા નોકરીમાંથી બરતરફ કર્યા બાદ સફાઇ કામદારોના સમર્થનમાં બાકીના કામદારોએ હડતાળ પાડી હતી. આ વિશે હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો.દીપક સોલંકીએ જણાવ્યું કે, આ સમગ્ર મારામારીનો વીડિયો પણ મને મોકલાતા જોયો છે, જેમાં હુમલો થયેલો સ્પષ્ટપણે જોઇ શકાય છે. અમે કોન્ટ્રાક્ટ કંપનીને હડતાળને પગલે હોસ્પિટલની કામગીરીને અસર ન થાય તે માટે યોગ્ય તજવીજ કરવા જણાવ્યું છે. ’ ઉલ્લેખનીય છે કે, 320 સફાઇ કર્મીઓ પૈકીના 60 કોલેજમાં કાર્યરત હતા જેઓ આ હડતાળથી અળગા રહ્યાં હતા.

નર્સિંગ કર્મીઓમાં મારામારી થઇ હતી
આ અગાઉ આ હોસ્પિટલમાં નર્સિંગ અધિકારીઓમાં પણ મારામારી થઇ હતી. મહિલા સફાઇસેવકોનું કહેવું હતું કે, આ અગાઉ મારામારીમાં સંડોવાયેલા નર્સિંગ સ્ટાફ સામે કોઇ પગલાં લેવાયા ન હતા તો અમારી સામે કેમ એવી દલીલ પણ મહિલા સફાઇસેવિકાઓએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...