તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 જાન્યુઆરીથી 12 માર્ચ 2019 સુધી 30 કરતાં વધુ લગ્નનાં મુહૂર્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
14-15 જાન્યુઆરીથી મકરસંક્રાતિના પ્રારંભ સાથે માંગલિક પ્રસંગો યોજી શકાશે. 16 જાન્યુઆરી 2019થી લઈને 12 માર્ચ 2019 સુધી લગભગ 30 કરતાં પણ વધુ લગ્નનાં મુહૂર્ત હોવાથી લગ્ન પ્રસંગોનાં આયોજનો થઈ શકશે. જ્યારે 13 માર્ચ 2019થી 20 માર્ચ 2019 હોળાષ્ટક રહેતાં આ સમય દરમિયાન અને ત્યાર બાદ 14 માર્ચ 2019થી 14 એપ્રિલ 2019 સુધી મીનારક રહેતાં કમુરતાં દરમિયાન લગ્નપ્રસંગોનાં આયોજન થઈ શકશે નહીં.

શાસ્ત્રી નયનભાઈ જોશીના જણાવ્યા અનુસાર,વિક્રમ સંવત 2075ના પોષ સુદ આઠમ અને 14 જાન્યુઆરી 2019ના રોજ સાંજે 7:50 મિનિટે સૂર્ય ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરે છે. જે સાથે મકરસંક્રાતિનો પ્રારંભ થશે. સૂર્ય ગ્રહ દરેક રાશિમાં લગભગ 30 દિવસ રહે છે. જે રાશિમાં સૂર્ય ગ્રહ રહે તે સંક્રાંતિ ગણાય છે. વર્ષની 12 સંક્રાતિમાં મકરસંક્રાંતિ સ:વિશેષ મહિમા ધરાવે છે. મકરસંક્રાંતિના પ્રારંભ સાથે જ ધનારક પૂર્ણ થતાં માંગલિક લગ્ન ઇત્યાદિ કાર્યક્રમો હવે યોજી શકાશે. ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનસંક્રાંતિ એટલે કે ધનુરમાસ રહેતાં લગ્ન ઇત્યાદિ માંગલિક અને શુભ પ્રસંગો યોજી શકાતા ન હતા.

સમગ્ર વર્ષ દરમિયાન ચાર સંક્રાંતિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે. જેમાં મકર સંક્રાંતિ, મેષ સંક્રાંતિ, કર્ક સંક્રાંતિ અને તુલા સંક્રાંતિનો સમાવેશ થાય છે. વર્ષની પ્રથમ સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ, જેમાં દાન-પુણ્ય,જાપ અને અનુષ્ઠાન માટે સ:વિશેષ મહત્ત્વ રહેલું છે. મકર સંક્રાંતિના પ્રવેશ સમયે કર્ક લગ્નની કુંડળી બને છે. સંક્રાંતિનું વાહન સિંહનું છે. જ્યારે પ્રદોષ સમયે સંક્રાંતિ થતી હોવાના કારણે દાન-જાપ 15 જાન્યુઆરીના રોજ સૂર્યોદયથી સુર્યાસ્ત દરમિયાન જ કરવાં જોઈએ.બીજી તરફ સંક્રાંતિ સોમવારના રોજ છે,જેથી અનાજના ભાવમાં ઘટાડો શક્ય બની શકે છે. સોનું-ચાંદી-ધાતુના ભાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે 14 માર્ચ 2019થી 14 એપ્રિલ 2019 સુધી મીનારક રહેતાં કમુરતાં બેસી જશે. જેગી લગ્નોના આોજન નહીં થાય.

મકર સંક્રાંતિમાં 6 પ્રકારે તલનો ઉપયોગ
મકર સંક્રાંતિ દરમિયાન શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનું દર્શાવ્યું છે. જેમાં તલનું દાન, તલનો હોમ, તલ આરોગવા,તલનું પાણી પીવું,તલ મિશ્રિત જળથી સ્નાન કરવું, તલનું તેલ શરીર પર લગાવવું. તદ્ ઉપરાંત સૂર્ય નારાયણને જળ-દૂધનો અભિષેક કરવો.ગાયોને ઘાસચારો ખવડાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...