• Gujarati News
  • National
  • Vadodara News More Than 12000 Students Go To China Every Year From Corona To Russia And Ukraine Demand 074523

વર્ષે 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ ચીન જાય છે હવે કોરોનાથી રશિયા અને યુક્રેન ડિમાન્ડમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. તેની અસર ભારતભરના ઉદ્યોગો પર પડી રહી છે. તેની સાથે દર વર્ષે મેડીકલ અને અેન્જિનિયરીંગ ભણવા માટે ચીન જતા ગુજરાતના સરેરાશ 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે આખરી પસંદ બન્યું છે. બોર્ડની પરીક્ષાને જુજ સમય બાકી હોવાથી પેરેન્ટ્સ હવે ચીન સિવાયના રશિયા, યુક્રેન સહિતના દેશોમાં ભણવા માટેની દિશામાં વધુ તપાસ કરતા જોવા મળી રહ્યા છે.

શા‌ળાનું શિક્ષણ પુર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ અર્થે મેડીકલ અને એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ માટે પહેલી પસદગી ચીન હતું. પરંતુ જીવલેણ કોરોના વાયરસ ફેલાવવાને કારણે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચીન આખરી પસંદગી બન્યું છે. ગુજરાતમાં ધો-10 અને ધો-12 બોર્ડની પરીક્ષા શરૂ થ‌ાવાને જુજ સમય બાકી હોવાને કારણે વધુ અભ્યાસ માટે પેરેન્ટ્સ ચીન સિવાયના વિકલ્પ અંગે માહિતી એકત્રીત કરી રહ્યા છે. અત્યાર સુધી ચીન વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રથમ પસંદગી હતું,

હાયરપેમેન્ટ સીટ કરતાં ચીનમાં 50 ટકા ઓછી ફી

ભારતમાં મેડીકલની હાયર પેમેન્ટ સીટની સરખામણીએ માત્ર 50 ટકા ખર્ચમાં ચીનમાં અભ્યાસ થતો હોવાથી અને એડવાન્સ સ્ટાઇલ, પ્રેક્ટીકલ શિક્ષણમાં તકને કારણે ચીન મેડીકલ અભ્યાસ માટે પ્રથમ પસંદગી હતું.
> નિતિન ગુપ્તા, વિઝા કન્સલટન્ટ

હવે ચીન વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સની આખરી પસંદ

5 વર્ષના ટ્રેન્ડ મુજબ ગુજરાતમાંથી 12 હજાર વિદ્યાર્થીઓ મેડીકલ અને ઇજનેરીના વધુ અભ્યાસ માટે ચીન જાય છે. ચાલુ વર્ષે ચીનમાં કોરોના વાયરસને કારણે હવે રશિયા, યુક્રેઇન, જ્યોર્જીયાનો વિકલ્પ પસંદ કરાય છે.
> દિવ્યાંગ ગાંધી, એજયુકેશન કન્સલટન્ટ

અા દેશોમાં મેડિકલ- એન્જિયનીયરિંગની તક છે

ચીન ઉપરાંત મેડીકલ અભ્યાસ માટે જ્યોર્જીયા, યુક્રેન, ફિલિપીન્સ, નેપાળ, અને રશીયા સારો વિકલ્પ છે. જ્યારે એન્જિનીયરીંગના અભ્યાસ માટે જર્મની, ઇટલી અને કેનેડા સારો વિકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...