તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ 100 કિલો પ્લાસ્ટિક જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે પાલિકાની ચાલી રહેલી ઝુંબેશમાં વધુ 100 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 50 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિકના વપરાશ,વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને તેના માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. પાલિકાના દરેક વોર્ડમાંથી વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટરની ટીમ ચેકિંગ કરી રહી છે. શુક્રવારે નવાબજાર, લહેરીપુરા, દિવાળીપુરા, અકોટા, મુજમહુડા, માંડવી રોડ સહિતના વિસ્તારોની દુકાનો-લારી ગલ્લામાંથી 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...