પૈસાની લેવડ - દેવડમાં આધેડને માર મારી લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારસીયા રાધેશ્યામ ફ્લેટમાં રહેતા કિરણ મુકેશ આહુજાએ બાપોદ પોલીસમાં સરદારજી મોનુસિંગ અને નરેન્દ્ર સાવંત સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા સરદાર એસ્ટેટ પાછળ પીવાના પાણીનો પ્લાન્ટ ચલાવે છે. શુક્રવારે રાત્રે પ્લાન્ટ બંધ કરી સ્કૂટર પર તે અને પિતા મુકેશ આહુજા ઘેર આવતા હતા ત્યારે રણછોડરાય મિલ પાસે રાત્રે 11.20 વાગે કારમાં આવેલા આ બંને શખ્સે તેમને આંતરી પૈસાની બાબતમાં ઝઘડો કરી લાફા માર્યા હતા. તે વચ્ચે પડતાં તેણે ગળામાં પહેરેલ સોનાની દોઢ તોલાની ચેઇન લૂંટી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...