તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિગ્મા બોયઝ હોસ્ટેલમાંથી મોબાઇલ, 2 લેપટોપની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિગ્મા બોયઝ હોસ્ટેલના રૂમમાંથી બે લેપટોપ અને એક મોબાઇલ મળી કુલ રૂ.30 હજારની મતાની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કલ્પેશ મનહરભાઈ વ્યાસ દ્વારા આ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી કે, તેઓ સિગ્મા કોલેજના ચેરમેનના પીએ છે. સિગ્મા કોલેજની શ્રી હરિ ટાઉનશિપ પાસે આવેલ સિગ્મા બોયઝ હોસ્ટેલમાં અલગ અલગ રૂમમાં 100 છોકરાઓ રહે છે. જે પૈકીના 107 નંબરના રૂમમાં સચિથ વિમુક્થી પરેરા રૂમ પાર્ટનર મોહંમદ જુનૈદ સાથે રહે છે.

ગત મંગળવારના રોજ વહેલી સવારે 6 વાગ્યે જુનૈદ ચાલવા માટે નીકળ્યો હતો ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આ દરમિયાન કોઇ અજાણ્યો યુવક રૂમમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે રૂમમાંથી સચિથનાં બે લેપટોપ અને એક મોબાઇલની ચોરી કરી હતી.જેથી તેઓએ બનાવ અંગે રૂ. 30 હજારની મતાનાં બે લેપટોપ અને મોબાઇલની ચોરીની ફરિયાદ બાપોદ પોલીસમાં નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...