તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિકેનિકલ અેન્જિનિયરિંગનો અભ્યાસ કરતો સગીર ગુમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ખાનગી કોલેજમાં મિકેનિકલ અેન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 17 વર્ષિય નિરજ સમા સ્થિત મિત્રના ઘરે જવાનું કહ્યા બાદ મળી ન આવતાં પિતાની ફરિયાદ બાદ જવાહરનગર પોલીસે સગીરને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

જવાહરનગર પોલીસના જણાવ્યા અનુસાર, ઝઘડિયા તાલુકાના પશુ દવાખાના પાસે રહેતા રમેશભાઈ પરમારનો 17 વર્ષિય દીકરો નિરજ વડોદરાની નિઝામપુરા સ્થિત બટલર કોલેજના મિકેનિકલ અેન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેમજ નિરજ ઉંડેરા સ્થિત નવી વસાહત ખાતે આવેલા પોતાના મામાના ઘરે રહે છે.

10 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે નિરજ કોલેજ જઈ સાંજે પરત ફર્યો હતો. જ્યારે સાંજે 5 વાગે રમેશભાઈનાં સાસુ ધનીબહેને નિરજને ફોન કરતાં તેણે સમા સ્થિત મિત્રના ઘરે હોવાનું જણાવ્યું હતું. જોકે નિરજ ઘરે ન આવતાં તેના નંબર પર ફોન કરતાં તેનો મોબાઇલ બંધ આવતો હતો. જેથી પિતા રમેશભાઈઅે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નિરજના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો