તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSGની આંતરિક હૂંસાતૂસીમાં મિલ્કબેંકનું ઉદઘાટન રદ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલમાં એક યા બીજા કારણોસર માતાના દૂધથી વંચિત રહેતા નવજાતો માટે મિલ્કબેંક શરૂ થવાની હતી. એસએસજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ મિલ્કબેંકનું ઉદઘાટન 8મી નવેમ્બર, શુક્રવારે થશે તેવી જાહેરાતો પણ કરવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલના ઉચ્ચ સત્તાધીશોમાં અંદરોઅંદર અહંમના ટકરાવને લીધે મિલ્કબેંકનો ઓપચારિક ઉદ્ઘાટન વિધિ રદ કરાયો હતો. જોકે સત્તાધીશોએ આવી કોઇ બાબત ન હોવાનું અને કાર્યક્રમ મુલતવી રખાયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરને આ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘ અહંમની કોઇ વાત નથી. વાવાઝોડાની સ્થિતિને લીધે અન્ય કામગીરી હોવાથી આ મિલ્કબેંકનું ઉદઘાટન મુલતવી રાખ્યું છે.’ જ્યારે મિલ્કબેંકના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું કે, ‘ આરોગ્ય વિભાગના સેક્રેટરી આવશે ત્યારે ઉદઘાટન કાર્યક્રમ કરાશે. આ ઉપરાંત વાવાઝોડાની સ્થિતિ પણ કારણભૂત હતી.

અન્ય સમાચારો પણ છે...