તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

145 સીસી ટીવી કેમેરા દ્વારા 243975 ઇ મેમો અપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
2019ના વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવાયેલા 145 સીસી ટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયેલા 243975 વાહનો ચાલકો પાસેથી ઇ ચલણ પેટે 5.10 કરોડ વસુલવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે 2019ના વર્ષમાં સીટ બેલ્ટ, રોંગ સાઇડ, હેલ્મેટ, ત્રણ સવારી તથા સિગ્નલ ભંગ, નો પાર્કીંગ, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, રિક્ષામાં વધુ પેસેંજર ભરવા તથા અન્ય એમવી એકટ મુજબ શહેરમાં 145 સીસીટીવી કેમેરા દ્વારા 243975 વાહન ચાલકોને ઇ મેમો જનરેટ કરાયા હતા અને 51092100 રુપીયાની પેનલ્ટી વસુલાઇ હતી. પોલીસે શહેરમાં 410670 જેટલા એનસી કેસ પણ કર્યા હતા.આ ઉપરાંત ઓવર સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકોને સ્પીડ ગનની પકડી લઇને 2817 એનસી કેસ કરી 2240200 રુપીયાની વસુલાત કરાઇ હતી. સમગ્ર વર્ષમાં નો પાર્કીંગમાં રહેલા વાહનોને ક્રેન દ્વારા ટોઇંગ કરી 64160 વાહન ચાલકો સામે એનસી કેસ કરી 17850780 રુપીયા વસુલાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે 2018ની સરખામણીએ અકસ્માતમાં ઘટાડો થયો છે. 2019માં 148 ફેટલ, 292 ગંભીર ફેટલ સહિત 679 અકસ્માત નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો