તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Marathi Science Fiction Film Short Circuit Will Be Released On March 11 041550

તા.11મીના રોજ રિલીઝ થશે ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ શોર્ટ સર્કિટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર પ્રથમ ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ શોર્ટ સર્કિટના ફિલ્મ કલાકારોએ શુક્રવારના રોજ દિવ્ય ભાસ્કર ઓફિસની મુલાકાત લીધી હતી. ફિલ્મના સ્ટારકાસ્ટ ધ્વનિત ઠાકર અને કિંજલ રાજપ્રિયાએ મુલાકાતમાં ફિલ્મ વિશે અવનવી વાતો જણાવી હતી. શોર્ટ સર્કિટ ફિલ્મમાં એકપણ ગીત નથી. ફક્ત પ્રમોશનલ સોંગ બનાવવામાં આવ્યું છે. ફિલ્મ વિશે વાત કરતા એક્ટર ધ્વનિત ઠાકરે જણાવ્યું હતુ કે મારા ફિલ્મની ટેગલાઇન છે કે સમય અટકી જશે તેવી જ રીતે ફિલ્મમાં સમય અને કાળ વચ્ચેની ટક્કર થવાની છે. વર્ષ 2017માં બોલિવુડમાં ફિલ્મ સ્ટારની ફિલ્મોની સાથે જે ફિલ્મની સ્ટોરી દમદાર હતી તે ફિલ્મો ચાલી હતી અને સાબિત થયું હતુ કે કોન્ટેન્ટ ઇઝ કિંગ ત્યારે વર્ષ 2019માં પણ વિષય વૈવિધ્ય ધરાવતી ફિલ્મો આવી રહી છે. અમારી ફિલ્મ શોર્ટ સર્કિટમાં ઘણા બધા અેક્શન સીન છે જેને કોઇ પણ ડુપ્લિકેટ સિવાય દર્શાવવામાં આવ્યા છે. અત્યારસુધીમાં ભારતીય સિનેમામાં ન આવી હોય તેવી આ ફિલ્મ આ‌વી રહી છે. ઉપરાંત ફિલ્મની અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ જણાવ્યું હતુ કે મને ફિલ્મના શુટિંગના સમયે ફક્ત સીમાના કેરેક્ટરની ખબર હતી પરંતુ સ્ટોરીની ખબર ન હતી. ફિલ્મમાં મેં પણ ઘણા એક્શન સીન કર્યા છે. અમે દર્શકો પાસેથી રિવ્યુની આશા રાખીએ છીએ. આગામી સમયમાં સુપરહિરો ફિલ્મ કરવાની ઈચ્છા છે.

City Celebrity

અન્ય સમાચારો પણ છે...