મનીષા ચોકડી ફલાય ઓવરની સાઇટ પરથી ક્રેન કેબલની ચોરી
ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બની રહેલા ફલાય ઓવર બ્રિજના કામગીરીમાં ઉપયોગમાં લેવાતા ક્રેનના કેબલની ચોરી થતા ફરિયાદ નોંધાઇ છે.
પાર્થ પ્રવિણ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે રણજીત બીલ્ડકોન લી. કંપનીમાં સુપર વાઇઝર છે. હાલ તેઓના રણજીત બીલ્ડકોન લી. કંપનીની સાઇડ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફલાય ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. ક્રેન પાસે રાખેલ ક્રેન કેબલની ચોરી થઇ છે. આ બનાવ અંગે જે પી પોલીસમાં રૂ. 75000ના કેબલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.