મકરપુરાના યુવકનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિયાળો પૂરો થવા આવ્યો છે ત્યારે ફરી એકવાર ડેન્ગ્યુએ માથું ઊચક્યું છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક યુવકનું મોત થયું છે. આ યુવકને શંકાસ્પદ ડેન્ગ્યુનાં લક્ષણો હતાં.

આ વર્ષે જાન્યુઆરીમાં ગત વર્ષોના જાન્યુઆરી માસની સરખામણીએ સૌથી વધુ 528 પોઝિટિવ કેસો નોંધાયા છે. તેને કેટલાક દિવસ અગાઉ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ તેની તબિયત સતત કથળતી જતી હતી. બુધવારે રાત્રે તેનું મોત નિપજ્યું હતું. આ મોતના પરિણામે આરોગ્ય વિભાગમાં દોડધામ થઇ ગઇ હતી. આગામી સમયમાં જ્યારે તાપમાનનો પારો ઊંચે જશે ત્યારે ડેન્ગ્યુંના મચ્છરો ફરી માથું ઊંચકશે તેવી શક્યતા છે. હાલમાં તાપમાન 32થી 18 ડિગ્રીની આસપાસ રહે છે. મચ્છરોને 26થી 28 ડિગ્રી તાપમાન વધુ માફક આવે છે.

અન્ય સમાચારો પણ છે...