તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકરપુરા GIDCમાંથી 5 લાખના દારૂ સાથે 10 આરોપી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મકરપુરા જીઆઇડીસીમાં બુધવારે રાત્રે બુટલેગર લાલુ સિન્ધી અને મુકેશ ધોબી બુટલેગરોને બોલાવીને દારૂનું કટિંગ કરતો હતો ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો. પોલીસે સિન્ધીના 5 લાખના દારૂ અને બિયરને ઝડપી દારૂ લેવા આવેલા બુટલેગરો સહિત 10ને ઝડપી ટેમ્પો, 6 વાહનો અને દારૂ મળી 24.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસીમાં બાયોટેરની સામે રસ્તા પર આયસર ટેમ્પો ઉભો છે અને તેમાં બુટલેગર લાલુ સિન્ધીએ મગાવેલો દારૂ છે અને લાલુ સિન્ધી અને મુકેશ ધોબી દારૂનું કટિંગ કરી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.બી.જાડેજા અને પીસએસઆઇ જી.કે.ચાવડા તથા ટીમ ત્રાટકી હતી. પોલીસે દારૂ લેવા આવેલા બુટેલગરો અને લાલુના સાગરીતો મળીને 10 જણાને ઝડપી લીધા હતા. આયસર ટેમ્પાેમાં તપાસ કરતાં દારૂની 24 બોટલ તથા દારૂના 3312 પાઉચ અને બિયરના 984 ટીન (કુલ કિંમત 490800)નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે લાલુ સિન્ધી અને મુકેશ ધોબી એક્ટિવા પર ફરાર થયા હતા. હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી, ધર્મેન્દ્ર સંપતસિંહ ચૌહાણ, સતિશ ઓમપ્રકાશ પ્રજાપતી, દિનેશ ગીરધારીલાલ દલાણી, રાજા અનવર મિર્ઝા, આરીફ નુરમહમદ શેખ, રઇસ હુસેન વાણીયાવાલા, સદ્દામ મકબુલ મનસુરી, અંજુમ મુનીર શેખ તથા મુકેશ નારાયણદાસ માખીજાનીની ધરપકડ કરાઈ હતી.

લાલુ સિન્ધી અને મુકેશ ધોબી કટિંગ કરતા હતા ત્યારે જ દરોડો

પોલીસને જોઇ લાલુ સિન્ધી અને મુકેશ ધોબી ભાગી ગયા !

_photocaption_મકરપુરા જીઆઇડીસીમાંથી દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...