દાંતનાં ચોકઠાં બનાવતો કોમર્સ ગ્રેજ્યુએટ ડેન્ટિસ્ટ બની ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાધના ટોકિઝની ગલીમાં દાંતનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. પૂછતાછમાં ડોક્ટર બની બેઠેલા હિતેશ પટેલે માત્ર બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. પોતે દાંતનાં ચોકઠાં બનાવતો હોવાથી ડેન્ટિસ્ટનું બોર્ડ મારી ક્લિનિક શરૂ કરી દીધું હતું પણ તેણે કોઇ સર્જરી નથી કરી તેવી પીએસઆઇ જે.વી. રાઠોડ સમક્ષ કબૂલાત કરી હતી.

ન્યાયમંદિર સાધના ટોકિઝની ગલીમાં કોઠારી ચેમ્બર્સમાં ડો. હિતેશ પટેલ ડેન્ટિસ્ટ તરીકે ઓળખ આપી દાંતનું દવાખનું ચલાવે છે. તે બોગસ ડોક્ટર છે અને દર્દીઓ સાથે છેતરપિંડી કરે છે તેવી બાતમી મળતાં એસઓજીની ટીમે બુધવારે સાંજે છાપો માર્યો હતો.

પોલીસને દુકાનમાંથી હરણી રોડ ગોકુળનાથજી નગર સોસાયટીમાં રહેતો હિતેશ નટુભાઇ પટેલ મળી આવ્યો હતો. તેની પૂછતાછ કરતાં ડેન્ટિસ્ટ તરીકે વ્યવસાય કરતો હોવાનું કહ્યું હતું પરંતુ બી.કોમ સુધીનો જ અભ્યાસ કર્યો છે. તે દર્દીઓનાં દાંતનાં ચોકઠાં બનાવે છે, તેણે કોઇની સર્જરી નથી કરી તેવી કેફિયત કરી હતી.પોલીસે જડતી લેતાં દુકાનમાંથી ડો. હિતેશ પટેલના નામનાં 4 બોગસ સર્ટિફિકેટ અને 2 રબર સ્ટેમ્પ મળી આવ્યા હતાં. દુકાનની માલિકી તેના પિતા નટુભાઇ અંબાલાલ માછીની હતી. હિતેશે માછી અટકમાંથી એફિડેવિટ કરાવી પટેલ કરાવી દીધી હતી. બોગસ ડોક્ટરની એસઓજીએ અટકાયત કરી વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ, સેલ્સટેક્ષ તરફથી ઇસ્યુ થયેલું નોંધણી પ્રમાણપત્ર સહિતના સર્ટી કબજે કર્યા હતા.

બોગસ ડોકટર

િહતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...