તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સર્જકોને પ્રોત્સાહન આપવા ‘મેકરફેસ્ટ વડોદરા’નું આયોજન થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવાલય ઈ-લેબ અને મોટવાની જાડેજા ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક સર્જકોને પ્રોત્સાહન આપવા માટે વડોદરામાં 2 અને 3 માર્ચના રોજ ‘મેકરફેસ્ટ વડોદરા’નું આયોજન એમ. એસ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેક્નોલૉજી ખાતે કરવામાં આવ્યું છે. ‘મેકરફેસ્ટ વડોદરા’ના આયોજનનો હેતુ સ્થાનિક સર્જકોને પ્રોત્સાહિત કરવાનો, તેમની પ્રતિભાને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો, તેમની કુશળતા અને મૂલ્યને સમજીને માન્યતા આપવાનો અને તેના મૂલ્યને સમજવાનો છે. ‘મેકરફેસ્ટ વડોદરા’માં ટેક્નોલૉજી, ફાઇન આર્ટસ, પર્ફોમિંગ આર્ટ્સ, ફેબ્રિકેશન, સુથારકામ, શિલ્પકળા, કલાત્મક સ્થાપનો, ઓટોમેશન અને વિવિધ ક્ષેત્રોના 50થી વધારે નિષ્ણાતો ઉપસ્થિત રહી જ્ઞાનની આપ લે પણ કરશે.

Upcoming Event

મેકરફેસ્ટ અમેરિકા, જાપાન, યુરોપમાં પણ થાય છે
‘મેકરફેસ્ટ’એ મેકર્સ માટે, સમાન વિચારવાળા લોકો, સંભવિત રોકાણકારો, માર્ગદર્શકો, ઉદ્યોગ નિષ્ણાતો અને જાહેર જનતા સાથે પ્રદર્શન અને વાર્તાલાપ કરવાની તક આપે છે. ‘મેકરફેસ્ટ’માં વિવિધ મેકર્સને તેમની રચના વિશે હજારો લોકો સાથે જ્ઞાન આપ-લે કરવાની તક મળશે. ‘મેકરફેસ્ટ’ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને જાપાનમાં પણ યોજાય છે.

કંઇક ઉપયોગી અને નવું બનાવ્યું હોય તે મેકર છે
કોઈપણ વ્યક્તિ અથવા ગ્રૂપ કે જેણે કંઈક ઉપયોગી અને નવું બનાવ્યું હોય, તે વ્યક્તિ મેકર તરીકે ભાગ લેવા માટે નોંધણી કરાવી શકે છે. જેમાં શાળા અથવા કૉલેજ વિદ્યાર્થી, ટેક્નોલોજીના ઉત્સાહી, વ્યવસાયિક, શોખીન, સામાજિક સંશોધનકાર, ગૃહિણી અથવા કોઈ કલાકાર હોઈ શકે છે. તેમના રચનાત્મક મોડેલ્સનું પ્રદર્શન કરવા પ્લેટફોર્મ આપી શકાય તેમજ જ્ઞાનની આપ-લે કરવા પરસ્પર એક્સચેન્જ નોલેજ પ્રસ્થાપિત કરી શકાય.

સિટી રિપોર્ટર | વડોદરા

યુવાલય ઈ-લેબ અને મોટવાની જાડેજા ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક સર્જકોને પ્રોત્સાહન આપવા માટે વડોદરામાં 2 અને 3 માર્ચના રોજ ‘મેકરફેસ્ટ વડોદરા’નું આયોજન એમ. એસ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેક્નોલૉજી ખાતે કરવામાં આવ્યું છે. ‘મેકરફેસ્ટ વડોદરા’ના આયોજનનો હેતુ સ્થાનિક સર્જકોને પ્રોત્સાહિત કરવાનો, તેમની પ્રતિભાને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો, તેમની કુશળતા અને મૂલ્યને સમજીને માન્યતા આપવાનો અને તેના મૂલ્યને સમજવાનો છે. ‘મેકરફેસ્ટ વડોદરા’માં ટેક્નોલૉજી, ફાઇન આર્ટસ, પર્ફોમિંગ આર્ટ્સ, ફેબ્રિકેશન, સુથારકામ, શિલ્પકળા, કલાત્મક સ્થાપનો, ઓટોમેશન અને વિવિધ ક્ષેત્રોના 50થી વધારે નિષ્ણાતો ઉપસ્થિત રહી જ્ઞાનની આપ લે પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો