તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Mahavira39s Birthday Will Be Celebrated For The First Time At The City39s Novel Grounds By 3d Mapping 073614

શહેરના નવલખી મેદાન ખાતે પ્રથમ વખત થ્રીડી મેપિંગ દ્વારા મહાવીરના જન્મદિનની વિશિષ્ઠ રીતે ઉજવણી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 એપ્રિલ,ચૈત્ર સુદ તેરસના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસે શહેરના નવલખી મેદાનમાં સાંજે 7 વાગે પ્રથમ વખત 3 ડી મેપિંગ દ્વારા ભગવાન મહાવીરનો વિશિષ્ટ રીતે જન્મદિવસ ઉજવાશે. જેમાં ભગવાનનાં 14 સ્વપ્નો, ભગવાનને પારણીયે ઝુલાવવાના, હજારો દીવડાઓની આરતી અને સહવિશેષ ભગવાનને તેમના છેલ્લી 36 પહોરની દેશનામાં શ્રાવક,શ્રાવિકાઓએ અનુસરવા યોગ્ય 35 માર્ગોનુસારી ગુણોનું સંગીત સાથે વિશ્લેષિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતભરમાં આવું 35 ગુણોનો અનન્ય રીતે વિશ્લેષિત કરવાનો કાર્યક્રમ પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે.

શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના ચેરમેન ભાવેશભાઈ લોડાયાએ વધુમાં જણાવ્યું કે, 17 એપ્રિલના રોજ ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસની શહેરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. જન્મકલ્યાણકના એક દિવસ પહેલાં એટલે કે 16 એપ્રિલના રોજ સાંજે 5 વાગે નવલખી ગ્રાઉન્ડ પરથી અહિંસા સંદેશ રેલી નિકળશે. આ રેલીમાં ભગવાન મહાવીરની 12.7 ફૂટની ઊંચી વિરાટ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજમહેલ રોડ, ન્યાયમંદિર, મહાત્મા ગાંધી નગર ગૃહ, રાવપુરા થઈ નવલખી ગ્રાઉન્ડ પરત પધારશે. આ અહિંસા સંદેશ યાત્રામાં હાથી,બગીઓ,ભગવાનના ચાર સિદ્ધાંતાે સમજાવતા ચાર સ્લોટો,પાઠશાળાનાં બાળકો વગેરે સ્તવનોની રમઝટ બોલાવતા રાજમાર્ગો પર ભક્તિ કરતા કરતા જશે. આ ઉપરાંત જુવાનિયાઓ ટુ-વ્હીલર સાથે જોડાશે.

સવા લાખ લાડુથી નગરજનોનું માેં મીઠું કરાશે
ભાવેશભાઈ લોડાયાએ વધુમાં જણાવ્યું કે, 17 એપ્રિલના રોજ સવારે 8 વાગે વડોદરાના વિવિધ વિસ્તારો માંજલપુર, અલકાપુરી, સુભાનપુરા, ચાર દરવાજા વગેરે વિસ્તારોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે સવા લાખ બુંદીના લાડુથી શહેરીજનોનું માેં મીઠું કરાવવામાં આવશે.

25 નૃત્યકારો પ્રભુભક્તિનાં નૃત્યો કરશે
17 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યા બાદ નવલખી મેદાનમાં ભગવાનના જન્મના વિવિધ પ્રસંગોને 3ડી મેપિંગ દ્વારા બતાવ્યા બાદ ભગવાનના જીવન ચરિત્રો પરનાં સ્તવનો પર અલગ અલગ 25 નૃત્યકારો દ્વારા પ્રભુભક્તિનાં નૃત્યો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...