તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Maharaja Sayajirao Built The Largest Lake Plan On 39small Narayanmani River39 041549

મહારાજા સયાજીરાવે ‘નાની નિરાભિમાની નદી’ પર સૌથી મોટી સરોવર યોજનાનું નિર્માણ કરાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 આજવા સરોવરના ઐતિહાસિક દરવાજા.

સરોવર 23 ફૂટ ઊંડું, ક્ષેત્રફળ સાડા પાંચ ચોરસ માઇલ હતું
વડોદરા શહેરને પાણી આપવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજનાનું નામ આજવા વોટર વર્ક્સ હતું. સાત વર્ષ બાદ 29મી માર્ચ, 1892ના દિવસે આ યોજનાનું લોકાર્પણ કરાયું હતું. આ સરોવરની પૂર્વ તરફની પાળ 311 મીટર લાંબી, 23 ફૂટ ઊંડાઇ છે જ્યારે સાડા પાંચ ચોરસ માઇલ તેનું ક્ષેત્રફળ હતું. નિમેટામાંથી પાણી આવીને બે તળાવોમાં સ્થિર થઇને આગળ જતું હતું. આ યોજના અગાઉ એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. સૂર્યા નદી અને વાઘલી નાળાને સેતુ બાંધીને સરોવરના સ્વરૂપે ફેરવી શકાય અને ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ પાણી વડોદરા સુધી આપી શકાય તેવો અભિપ્રાય અહેવાલમાં હતો. જોકે આ મુદ્દે કેટલાક નિષ્ણાતો સાશંક હતા. 1885માં તે સમયના જાણીતા જળ સ્થપતિ જગન્નાથ સદાશિવે જ્યારે આ શક્યતા સાર્થક છે અને તેનો અમલ સફળ થઇ શકે છે તેવો મત આપતાં મહારાજા સયાજીરાવે આ સરોવરના બાંધકામને મંજૂરી આપી દીધી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘દક્ષિણે નર્મદા સુધી, ઉત્તરે મહી સુધી, ઊંચે પાવાગઢની ટોચ સુધી અને પાતાળમાં પૃથ્વીના ગર્ભ સુધી શોધ કર્યા પછી આપણને પાણી પૂરું પાડવાની શાક્તિવાળી નાની નિરાભિમાની સૂર્યા નદી પ્રાપ્ત થઇ છે. હવે વડોદરાની પ્રજા પુષ્કળ આરોગ્યપ્રદ જળ મેળવવા ભાગ્યશાળી થશે અને પ્રજાહિતનું અગત્યનું કામ સાધી શકીશ.’

બરોડા સ્ટેટમાં લોકભાગીદારીથી પાણી યોજનાઓ સ્થાપવાનો પ્રયાસ હતો
 સયાજી સરોવરનો ગેટ.

 આજવા સરોવર ફરતેની પાળ, મશીન સાથે.

વડોદરાની જરૂરિયાત પૂરી કરવા આજવા સક્ષમ ન હતું
આજવા સરોવર વડોદરાની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ ન હતું તેવો અંદાજ સરોવર બનાવ્યાના પાંચ સાત વર્ષમાં જ આવી ગયો હતો. તેથી 1900માં આસોજના 12 ચોરસ માઇલ વિસ્તારને પાણી ઝીલવા માટેના પ્રદેશ તરીકેની પસંદગી કરવામાં આવી. જે આજે પણ યથાવત્ છે. આ યોજનાનો ખર્ચ અહીં સુધી રૂ.60 લાખ થયો હતો, સામે પાણીવેરાની આવક 1931માં 1.85 લાખ જેટલી હતી. વડોદરાની પાણી પુરવઠાની આ સફળતા સ્ટેટના બીજા નગરોમાં પણ લાગૂ પડે તે માટે લોકભાગીદારીનો પ્રયોગ સયાજીરાવે મૂક્યો. કોઇપણ નગરને પાણી પુરવઠાની યોજના શરૂ કરવી હોય તો નિયમો ઘડાયા. એન્જિનિયર બરોડા રાજ્ય આપશે, યોજનાઓના કુલ ખર્ચમાં શ્રીસરકારની બક્ષિસ 33થી 75 ટકા સુધીની રકમ અને બાકીની રકમ લોન હતી.

અન્ય સમાચારો પણ છે...