તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિમાર કાકાને મળવા લોપા દવેએ પોલીસની મદદ માગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NRI લોપા દવેેની મિલકતના કૌભાંડમાં પોલીસ કાર્યવાહી વચ્ચે તેમણે પથારીવશ કાકા રમણભાઇ પટેલને મળવા માટે પોલીસની મદદ માગી છે. બીજી તરફ તેમના પુત્ર સાથે વાત થતાં સંભવત: સોમવારે કાકા-ભત્રીજીનો મિલાપ થાય તેવી વકી છે.

લોપા દવેઅે જણાવ્યું હતું કે, મારા વયોવૃદ્ધ કાકા રમણભાઇ પટેલ પથારીવશ છે. કાકી સુનંદાબેન તેમને મળવા દેતા નથી.હું જાઉં તો ઘરનો દરવાજો પણ ખોલતા નથી. 3-4 મહિના પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે હું તેમની સાથે રહી હતી. ઘરે લઇ જવાના હતા ત્યારે કાકીએ ત્યાં આવવાનો ઇનકાર કરી દીધો હતો.એક તબક્કે પોલીસ પણ બોલાવી લીધી હતી. તેમને નહીં મળવા દેવાનું કારણ શું છે તે પણ ખબર નથી. અમે કાકાને મળવા જવા માટે પોલીસની મદદ પણ માગી છે. આમ તો, આજે મળવાનું હતું પણ તેઓ બે દિવસ માટે બહાર ગામ જઇ રહ્યા હોવાનું કાકીના દીકરાએ જણાવ્યું છે. લગભગ સોમવારે કાકાને મળી શકાય તેવી આશા છે તેમ પણ ઉમેર્યું હતું.

ધર્મવીરને અમદાવાદ પકડવા ગયેલી પોલીસ ખાલી હાથે પરત ફરી
વડોદરા | એનઅારઆઇ મહિલાની મિલકતો બારોબાર વેચાણ દસ્તાવેજ કરી છેતરપિંડી કરનાર કૌભાંડી ધર્મવીર જાડેજા, બે સાક્ષીઓ બસીર અને ઐયુબ તેમજ ડ્રાઇવર ઠાકોરને પકડવા પોલીસે ઉધામા શરૂ કર્યા છે. ધર્મવીરને શોધવા અમદાવાદ ગયેલી પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. પોલીસે શુક્રવારે આણંદના નોટરી મુખ્તાર વ્હોરા અને સ્ટેમ્પ વેન્ડર ઠક્કરના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા બંનેને જેલહવાલે કરાયા છે જ્યારે સુનંદા પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હોઇ તેની સુનાવણી શનિવારે હાથ ધરાશે. બીજી બાજુ પોલીસે સુનંદા પટેલનું સીઆરપીસીની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લઇ સાક્ષી બનાવવાની પણ વિચારણા કરી છે. ધર્મવીર જાડેજાની ધરપકડ બાદ જ તેને નાણાકિય સહિતની મદદ કરનાર શખ્સોના નામો ખૂલે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...