તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનુદાદા અને બિપીન પટેલ સામે લુક આઉટ નોટિસની પ્રક્રિયા શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઇના શાહ દંપતીને બોગસ કોર્ટ હુકમો અને મુંબઇ કલેક્ટરના સહીસિક્કાવાળા લેટરો બતાવી દાદા ભગવાન પંથના ગુરુ કનુદાદા અને તેમના જમાઇ બિપીન પટેલ 5.54 કરોડ પડાવી લઇ અમેરિકા ભાગી ગયા હતા. પોલીસે કનુદાદા અને બિપીન પટેલ સામે લુક આઉટ નોટિસ ઇશ્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બંને જ્યારે પણ ભારત પરત ફરશે ત્યારે એરપોર્ટ પરથી જ તેમની ધરપકડ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે બંનેના પાસપોર્ટ રદ કરવા સબંધિત વિભાગોને જાણ કરી હતી.

દાદા ભગવાન પંથના ગુરુ કનુદાદા ઉર્ફે કનુભાઇ કાંતિલાલ પટેલ (રહે, સુધન એપા.ઇલોરાપાર્ક), તેમના જમાઇ બિપીન બાબુલાલ પટેલ તથા હરેશ રાઠોડ અને દિવાકર શેટ્ટી સામે મુંબઇનાં સરોજબેન શાહે ક્રાઇમ બ્રાન્ચમાં 5.54 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતિ સુરજ છગનલાલ શાહ સનસાઇન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામથી સ્ટીલનો વેપાર કરે છે. તેઓ 1998-99થી દાદા ભગવાન પંથના અનુયાયી છે. દરમિયાન કનુભાઇ ઉર્ફ કનુદાદા કાંતિલાલ પટેલનો પરિચય થયો હતો. 2012માં કનુદાદાએ સરોજબહેન શાહ અને તેમના પતિને જણાવ્યું હતું કે, મારા જમાઇ બિપીન કોર્ટ લિક્વિડેટેડ પ્રોપર્ટી ખરીદ -વેચાણનું કામ કરે છે. તેઓને બે-ત્રણ કરોડની જરૂર છે. કનુદાદાના કહેવાથી તેમણે 5.54 કરોડ આપ્યા હતા. તેમની અમેરિકામાં રહેતી દીકરીએ પણ 76200 યુએસ ડોલર આપ્યા હતા. જોકે ત્યારબાદ નાણાં પરત માગતાં વાયદા કરી પરત કર્યાં ન હતાં.પોલીસે આ મામલે બંનેના સાગરીત અબ્દુલ રહેમાન સફરીની ધરપકડ કરી તપાસ કરી હતી. બીજી તરફ કનુદાદા અને બિપીન પટેલ અમેરિકા ભાગી જતાં પોલીસે હવે બંનેની સામે લુક આઉટ નોટિસ ઇશ્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ બંનેના પાસપોર્ટ રદ કરવા બાબતે સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી.

US ભાગી ગયેલા બંનેના પાસપોર્ટ રદ કરવા પણ પ્રક્રિયા કરાઈ હતી

દાદા ભગવાન પંથના અનુયાયી સાથે 5.54 કરોડની ઠગાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો