• Gujarati News
  • National
  • Vadodara News Lonely Teenager Suffers From Cold Fever At Home In Waghodia Road Area 074626

વાઘોડિયા રોડ વિસ્તારમાં ઘરે એકલા કિશોરનું શરદી-તાવથી પીડાતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા અને શરદી-ખાંસીથી પીડાતા કિશોરનું પોતાના ઘરે મોત નિપજ્યું હતું. વાઘોડિયા રોડ
વિસ્તારના પરિવાર ચાર રસ્તા પાસેની અપૂર્વ સોસાયટીમાં રહેતા જ્યોતીન્દ્ર પટેલ રાવપુરા
વિસ્તારના એક ફાર્મસી સ્ટોરમાં નોકરી કરે છે.

તેમનો પુત્ર જય પણ વાઘોડિયા રોડ વિસ્તારના એક ફાર્મસી સ્ટોરમાં કામ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ જયને એકાદ દિવસ અગાઉ ખાંસી-શરદી થઇ હતી અને જ્યોતીન્દ્રભાઇને કોઇ કામસર ડભોઇ તાલુકાના પોતાના વતનના ગામે જવાનું થતાં તેઓ નીકળ્યા હતા.

તેઓ સોમવારે સાંજે ઘરે પરત ફર્યા ત્યારે તેમના પુત્ર જયે અંદરથી દરવાજો ન ખોલતાં તેમણે દરવાજો તોડીને પ્રવેશ કરતાં
જય રૂમમાં ભોંયતળિયે બીછાવેલી પથારીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...