• Gujarati News
  • National
  • Vadodara News Live Off Fear Of Infection The Gentiles Caught Hold Of The Moving Homeland 071137

રોજી બંધ, ચેપનો ડર | પરપ્રાંતના લોકોએ ચાલતા વતનની વાટ પકડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપદા/ લોકડાઉનના પગલે આવક બંધ થતાં રોજ કમાઇને રોજ ખાતા પરપ્રાંતીય પરિવારો વતન જવા રવાના, , જે વાહન મળે તેમાં લિફ્ટ લે છે

શહેરોમાંથી હિજરત કરીને પરપ્રાંતિય શ્રમજીવીઓ વતન તરફ જઈ રહ્યા છે. જેને પગલે ગોલ્ડન ચોકડી પર શ્રમજીવીઓના ટોળેટોળાં જણાય છે.

પ્રમોદ| ઉંમર 34

પરિવારના સભ્યો | પાંચ જણા

કામ | કન્સ્ટ્રકશન પર મજુરી | આવક માસીક 10 હજાર

વતન |ગુંદા (યુપી)

શા માટે જાય છે |બે દિવસથી ખાવા પીવાની તકલીફ હતી.

સતિષ | ઉંમર 27

પરિવારના સભ્યો | મામા અને ત્રણ ભાઈઓ

કામ | કંપનીમાં મજુરી | આવક માસીક 10 હજાર

વતન |મૈનપુરી (યુપી)

શા માટે જાય છે |અમારી પાસે પૈસા નથી અને જમવાની પણ તકલીફ પડી રહી છે

વડોદરા | લોકડાઉનના પગલે શહેર અને આસપાસના જીલ્લાઓમાં વસીને રોજીરોટી કમાતા પરપ્રાંતીય પરિવારો આવક બંધ થતાં વતન જવા રવાના થયા છે.ટ્રાન્સપોર્ટેશન બંધ છે ત્યારે ચાલતા ચાલતા આ પરિવારો હાઇવે પર આગળ વધતા રહે છે અને જેવું કોઇ વાહન દેખાય કે તુરત જ તેમાં લીફ્ટ મેળવી જેટલું આગળ વધાય તેટલું વધી રહ્યા છે. વતન જઇ રહેલા લોકો માટે સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આગળ આવી છે અને તેમને જમવાનું તથા પાણીની બોટલ પુરી પાડી રહી છે. પોલીસ કર્મચારીઓ પણ જે વાહન જતું દેખાય તેને અટકાવીને જેટલા લોકોને આગળ મોકલી શકે તેવા પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં એક અંદાજ મુજબ 30 હજારથી વધુ પરપ્રાંતીયો રાતદિવસ જોવા મળ્યા છે.

વિષ્ણુ | ઉંમર 42

પરિવારના સભ્યો | ચાર જણા

કામ | કન્સ્ટ્રકશન પર મજુરી | આવક માસીક 10 હજાર

વતન |ધનબાદ (ઝારખંડ)

શા માટે જાય છે |મજુરી બંધ થતાં ખાવાની તકલીફ થઇ હતી. આજે ખાવાનું આપ્યું છે એટલે અહી રોકાયા

ગીરજા કુમારી | ઉંમર 35

પરિવારના સભ્યો | ચાર જણા

કામ | મજુરી | આવક માસીક 10 હજાર

વતન |બસ્તી (યુપી)

શા માટે જાય છે |હવે અહી રહેવા જેવું રહ્યું નથી.

સંતોષ | ઉંમર 38

પરિવારના સભ્યો | બે જણા

કામ | ઢાબા પર મજુરી | આવક માસીક 8 હજાર

વતન | મૈનપુરી (યુપી)

શા માટે જાય છે |ઢાબો બંધ થયો, પૈસા પણ નથી.

મહેશ કુમાર: ઉંમર 32

પરિવારના સભ્યો : બે બાળકો સહિત ચાર

કામ | કંપનીમાં મજુરી |માસીક આવક 12 હજાર

વતન | મૈનપુરી,ઉત્તર પ્રદેશ

શા માટે જાય છે |પૈસા અને રાશન ખુટી ગયું છે

રણજીત કુમાર | ઉંમર 35

પરિવારના સભ્યો | બે બાળકો સહિત ચાર

કામ | કંપનીમાં મજુરી | આવક માસીક 10 હજાર

વતન |રાંચી (બિહાર)

શા માટે જાય છે |કોન્ટ્રાકટરે પૈસા આપવાનું બંધ કર્યું અને પૈસાની તકલીફ થતાં વતન જાય છે

પૂર્વેશ કુમાર | ઉંમર 30

પરિવારના સભ્યો | અપરિણીત

કામ | કંપનીમાં મજુરી | માસીક આવક 10 હજાર

વતન |કાનપુર (યુપી)

શા માટે જાય છે |કામ બંધ થઇ જતાં પૈસાની મુશ્કેલી
અન્ય સમાચારો પણ છે...