તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્યકાર ડૉ. હર્ષદ ત્રિવેદીનું નિધન વિશ્વમાતૃભાષા દિને થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ. એસ યુનિ.ના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ, નિવૃત પ્રોફેસર અને સાહિત્યકાર ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેચા’નું 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસના રોજ નિધન થયું. ઉમાશંકર જોશીએ વિદ્યાર્થીકક્ષાએ એમની તેજસ્વિતાને એમ.એના વિદ્યાર્થી તરીકે ‘હું આટલો ઉત્તમ જવાબ ન આપી શકું’ એમ કહી પ્રમાણી હતી. ક્ષિતીજ, મનિષા, કવિલોક જેવા સાહિત્યક સામાયિકોમાં એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓ હજુ સંગ્રહિત છે. વિવેચનક્ષેત્રે સૈદ્ધાતિંક વિવેચનના 20 લેખોનો શબ્દગંધા વિવેચનગ્રંથની ડો. શરીફા વીજળીવાળાએ 21મી સદીના ઉલ્લેખનીય વિવેચન તરીકે અને 21મી સદીના પ્રથમ દાયકાના વિવેચનક્ષેત્રે નોંધ લીધી છે. સંપાદનક્ષેત્રે ‘નિરૂત્તમા’ અને બ.ક ઠાકોરની હિન્દી ભાગ 1 અને 2 તેમજ બ.ક ઠાકોર અધ્યયન ગ્રંથમાં એમની ઉત્તમ સંપાદન દ્રષ્ટિ જોવા મળે છે. એમના શબ્દગંધા અને વાગાવાસ્યમ વિવેચનગ્રંથોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો એનાયત થયા હતા. ડૉ. હર્ષદ ત્રિવેદીના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગત અને રસિકોમાં પણ શોકની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો