પદમલામાં મહિલાના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીક પદમલા ગામમાં રહેતી મહિલા પોતાના ઘરમાં દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરી રહી હોવાની બાતમી મળતાં પીસીબીએ દરોડો પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે મહિલા ફરાર થઇ જતાં તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરાઇ હતી. પોલીસે બાતમીના આધારે પદમલાના માળી મહોલ્લામાં રહેતી લક્ષ્મી રમણ માળીના ઘરમાં દરોડો પાડતાં રૂમના પલંગમાં છુપાવેલ દારૂનાં 320 ક્વાર્ટરિયાં રૂપિયા 35200ની કિંમતના મળી આવ્યાં હતાં. જોકે લક્ષ્મી માળી ઘરમાં ના મળતાં તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...