તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Like In The United States Of India If A Drug Is Delivered By Drone It Will Be Treated Less 041628

અમેરિકાની જેમ ભારતમાં પણ ડ્રોનથી દવા પહોંચાડાશે તો ઓછા સમયમાં સારવાર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા મેડીકલ કોલેજ દ્વારા વર્લ્ડ કોન્ગ્રેસ 2019 એલ્યુમનાઇ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે ડીબેટ, પેનલ ડીસ્કશન, કાઇટ ફ્લાઇંગ અને ટેલેન્ટ ઇવેન્ટ યોજાઇ હતી. સાયન્ટિફીક પ્રોગ્રામમાં પેરેલલ સાયન્સ સેશન યોજાયા હતા. જેમાં ફ્યુચરસ્ટિક મેડીસીનના સંદર્ભમાં મેડીસીન, સર્જરી અને પીડિયાટ્રીક્સ વિશે અવનવી ચર્ચાઓ કરવામાં આ‌વી હતી. ડ્રોન અને તેની હેલ્થકેર પરની અસરો વિશે વાત કરતા ડો. રોહિત વાસાએ જણાવ્યું હતુ કે વર્જિનીયામાં ડ્રોનથી મેડીસીન પહોંચાડવામાં આવે છે. જેમાં અમેરિકન સરકારે અસ્થમા, હાયપર ટેન્શન, અને ડાયાબીટિસની દવાને પહોંચાડવાની માન્યતા આપી છે. જો ભારતમાં પણ ભવિષ્યમાં આ ટેક્નોલોજીને માન્યતા અપાય તો ભારતના રૂરલ એરિયામાં મદદરૂપ સાબિત થઇ શકે. ડ્રોનની મદદથી બ્લડ સેમ્પલ, દવાઓનું ટ્રાન્સ્પોર્ટેશન થઇ શકે છે. ખુબ ઓછા સમયમાં સારવાર મળી શકે તે માટે ડ્રોન ઉપયોગી છે. મેડીકલ કોલેજ એલ્યુમનાઇ એસો.આયોજિત એલ્યુમનાઇ મીટમાં 600થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે જેમાં 150 એનઆરઆઇ ડોક્ટર્સ પણ છે.

મેડિકલ કોલેજની અગાશી પર ડૉક્ટર્સે ભેગા થઇને પતંગોત્સવની ઉજવણી કરી એકબીજાના પેચ કાપ્યા હતા.

ડોક્ટર ફક્ત દર્દીની સારવાર ન કરે પરંતુ સાથે સમાજ અને દર્દીમાં જાગૃતતા ફેલાવે
અમદાવાદના ડોક્ટર પ્રવિણ કાનાબારે અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટન્ટ કમિટીની સ્થાપના કરી છે. જેમાં તેઓ રોડ ટ્રાફિક એક્સિડેન્ટ અંગે અવેરનેસ ફેલાવે છે. ડો. પ્રવિણ કાનાબારે બેક ટુ સોસાયટી વિષયે જણાવ્યું હતું કે, ડોક્ટર ફક્ત દર્દીની સારવાર ન કરે પરંતુ દર્દીમાં જાગૃતતા પણ ફેલાવે. હું કોલેજ, સ્કૂલ અને અન્ય સામાન્ય માણસોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યો છું.

સળિયા-પ્લેટ નહીં, સ્ટેમસેલ વધુ ઉપયોગી છે
ડૉ. નરેન્દ્ર ગુરબાનીએ જણાવ્યું હતુ કે હાલની તમામ ઓર્થોપેડીક સર્જરીમાં આર્ટિફીશીયલ સળિયા અને પ્લેટની મુકાય છે. સ્ટેમસેલ ટેક્નોલોજી ડેવલપ થઇ રહી છે જેમાં સ્ટેમસેલની મદદથી બનતા જ બોર્ન ફીટ કરવામાં આવશે. આર્ટિફીશીયલની જગ્યાએ સ્ટેમસેલ સર્જરી વધુ સારી રીતે કામ કરશે.

ડોક્ટરે સમાજ માટે કાંઇક અર્પણ કરવું જ જોઇએ
આફ્રિકાના સહારાના દેશ અંગે સર્જિકલ ટ્રેનિંગ વિશે ડૉ.યોગેશ નાથદ્વારાવાલાએ જણાવ્યું હતુ કે ત્યાં સર્જરીની મીનીમમ સવલત પણ નથી. આથી ત્યાં મેડિકલ કેમ્પ કર્યા અને સર્જરીની સારવાર ઉપલબ્ધ કરાવી. ડોક્ટરે સમાજને અર્પણ કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...