તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારસીયામાં ત્રણ દિવસથી રાત્રે લાઇટગુલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર| વડોદરા

વારસીયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પારસ સોયાયટી સહીત અનેક સોસાયટીમાં વિજ પ્રવાહ ખોટકાતા નાગરીકોને હેરાન થવુ પડે છે.

શહેરમાં ગરમીનો પ્રકોપ વચ્ચે ગત વર્ષની જેમ અા વર્ષે પણ વારસીયા વિસ્તારમાં વીજ પ્રવાહ ખોટકાવાનુ શરૂ થયુ છે. રાત્રે વિજળીની માંગ વધતી હોવાથી તેમજ અે.સી.નો લોડ વધતા ગત વર્ષે નાગરીકો હેરાન થતા હતા. જ્યારે અા વર્ષે છેલ્લા ત્રણ દિવસથી વિજ પ્રવાહ ખોટકાય છે. જે અંગે પાણીગેટ અોફિસના કર્મચારીઅો મૂજબ ગરમીને પગલે રાત્રે વાયર સળગી જાય છે. જેથી સ્વીચ બંધ થાય છે. જોકે ટેકનીકલ કારણ જે હોય. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સ્માર્ટ સીટીના નાગરીકો હેરાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...