• Gujarati News
  • National
  • Vadodara News Library Was Created In The Zonal Observation Home Under Kalam Library Project 074543

કલામ લાઈબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં લાઇબ્રેરી બનાવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વ.ડો. એ.પી.જે અબ્દુલ કલામના વિઝનને આગળ વધારતા કલામ સેન્ટરના શહેરના સ્વયં સેવકો દ્વારા 6 એપ્રિલના રોજ શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં કલામ લાઈબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. જે વિશે માહિતી આપતા પ્રોજેક્ટના સ્વયં સેવક પૃથ્વી દેસાઈએ જણાવ્યું હતું કે સ્વ.ડો. એ.પી.જે અબ્દુલ કલામનું વિઝન હતું કે દેશભરના તાલુકા અને જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો મળી રહે જેથી વિદ્યાર્થીનો એક સારો મિત્ર બને. તો માનવીને ક્યારે પણ કોઈ તકલીફ નહિ પડે. અને જો તકલીફ પડશે તો પુસ્તકો તેને તકલીફમાંથી નીકળવાનો રસ્તો બતાવશે. કલામજીના વિઝનને પૂર્ણ કરવા માટે લખનઉ સ્થિત કલામ સેન્ટર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેનાથી બાળકો અને યુવાનોને જીવન જીવવાનો યોગ્ય રસ્તો મળી રહે.

દેશભરમાં ગુજરાત જ એક એવું રાજ્ય જ્યાં આ પ્રોજેક્ટનું અમલી કરણ કરાયું
સ્વ.ડો. એ.પી.જે અબ્દુલ કલામે કહ્યું હતું કે શાળામાં બાળક દિઠ કોમ્પ્યૂટર હોવું જોઈએ, જેથી બાળક ટેક્નોલોજીથી અપડેટ રહે અને વૈશ્વિક સ્તરે ભારતીય બાળક જ્ઞાનની દૃષ્ટિએ પાછળ ના રહે. કલામ લાઈબ્રેરી અંતર્ગત ભારતભરમાં સૌ પ્રથમ ગુજરાતના રાજકોટ, જામનગર, અમદાવાદ અને વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં પુસ્તકો મળી રહે તે માટે કાર્ય કરાયું છેે. વડોદરા ખાતે ચાલુ કરવામાં આવેલ લાઈબ્રેરીમાં પુસ્તક મુકવા માટે પુસ્તક કલેક્શન કાર્યક્રમનો જાન્યુઆરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 2000થી વધુ પુસ્તકો ભેગી થઇ છે. જે ગુજરાતની તમામ કલામ લાઈબ્રેરીમાં આપવામાં આવશે.

શહેરના કલામ સેન્ટરના એક્ટિવ સ્વયંસેવકો.

કોર્પોરેશનની શાળાઓમાં લાઇબ્રેરી બનાવવામાં આવશે
કલામ સેન્ટરના શહેરના 25 સ્વયંસેવકો દ્વારા આવનાર શૈક્ષણિક સત્રમાંબીજા તબક્કામાં કોર્પોરેશનની શાળાઓમાં જ્યાં લાઇબ્રેરીની સુવિધા નથી ત્યાં લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. સરકારી શાળામાં કરવાનો ઉદેશ્ય એ છે કે ત્યાં વિદ્યાર્થીઓને ઓછી સુવિધા પ્રાપ્ત થાય છે. જો ત્યાં સુવિધા આપવામાં આવે તો વિદ્યાર્થી તેજસ્વી જરૂર થશે. અને વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટને ફંડિંગ પણ આપવામાં આવશે. સાયન્સ ટેક્નોલોજીથી લઈને ઓટોમોબાઇલ એમ દરેક ક્ષેત્રની પુસ્તકો લાઇબ્રરીમાં મુકવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ પ્રયોગાત્મક વિચારવા માટે તૈયાર થાય અને ઇનોવેટિવ વસ્તુઓ બનાવે. કલામ સેન્ટરમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે સ્વયંસેવકો સતત તેમની મદદ માટે તૈયાર રહેશે તેમ ટીમના સભ્યે જણાવું હતું.