તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહિસાગર જિલ્લામાં તંત્રનો પ્રિમોન્સુન પ્લાન અદ્ધરતાલ

મહિસાગર જિલ્લામાં તંત્રનો પ્રિમોન્સુન પ્લાન અદ્ધરતાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લામાં રહેણાંક વિસ્તાર તેમજ માર્ગોની સાઈડોમાં ઉભા જોખમી વૃક્ષો તંત્ર દ્વારા દૂર ન કરાતા દુર્ઘટનાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. જિલ્લામાં તંત્રનો પ્રિ-મોન્સૂન પ્લાન અદ્ધરતાલ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગત વર્ષ ચોમાસામાં સામાન્ય વરસાદ, પવન સમયે અનેક વિસ્તારોમાં જોખમી વૃક્ષો કડડભૂસ થયા હોવા છતાં વન વિભાગે જોખમી વૃક્ષો હજુ દૂર કરવાની તસ્દી ન લેતા વાહન ચાલકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે.

જિલ્લામાં દર વર્ષ ચોમાસુ નજીકમાં હોય એટલે તમામ વિભાગો દ્વારા ખાસ પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી અમલી બનાવાતો હોય છે. જેમાં કોઈ જાનહાની ન થાય તેના પર ભાર મૂકી ચોમાસા પૂર્વે જર્જરિત મકાનો, જોખમી વૃક્ષો દૂર કરાતાં હોય છે પરંતુ આ વખતે તમામ વિભાગો જળસંચય અભિયાનમાં ઓતપ્રોત બની જતા પ્રિમોન્સુન એક્શન પ્લાન અધ્ધર તાલ હોય તેવું દેખાય રહ્યું છે. જિલ્લામાં ચોમાસા દરમ્યાન કોઈ પણ સ્થિતિને પહોંચી વાળવાના તંત્ર દાવા કરી રહ્યું છે પરંતુ ભયાનક વૃક્ષો હજુ સુધી હટાવાયા નથી. ગત વર્ષે ચોમાસામાં વૃક્ષો ધરાશયી થયા હતા અને કલાકો સુધી વૃક્ષો ન હટાવતાં માર્ગો ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વીરપુર, બાલાસિનોર, લુણાવાડા,સંતરામપુર,કડાણા, ખાનપુર તાલુકાના હાઇવે-અંતરીયાળ માર્ગો પર વાહન ચાલકોના માથે જોખમ તોડાઈ રહ્યું છે છતાં વન વિભાગે કોઈ આગોતરી કામગીરી શરૂ કરી નથી.

વિરપુર-બાલાશિનોર રોડ પર અકસ્માતની વાટ જોતુ વૃક્ષ નજરે પડે છે. જીગર પટેલ

અન્ય સમાચારો પણ છે...