તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેરોલી નૂતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ વિહોણાં

ખેરોલી નૂતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ વિહોણાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેરોલી નૂતન હાઈસ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાનના વિષય શિક્ષકની જગ્યા પાછલા ચાર વર્ષથી ખાલી હોવાથી મંડળ દ્વારા ડેભારીના જયંતીભાઈ પટેલને સેવા માટે બે વર્ષ ટીંચિગ માટે બોલવામાં આવેલ પરંતુ ત્યાર બાદ સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવામાં આવતા જયંતીભાઈ ખેરોલી ગામમાં ગણિત-વિજ્ઞાનનું ટ્યુશન ચલાવતા હતા. પરંતુ ગત વર્ષ સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને છુટા કરવાનો ઓર્ડર કરતા ગણિત-વિજ્ઞાનના શિક્ષકની જગ્યા ખાલી પડી હતી.જયારે નવા સત્રમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક ન આવતા બાળકોને ગણિત-વિજ્ઞાનના અભ્યાસ પર માઠી અસર પડવાથી વિદ્યાર્થીઓ વર્ષોથી નૂતન હાઈસ્કૂલમાં ટયુશન ચલાવતા પ્રાઇવેટ શિક્ષક દ્વારા અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ ગણિત-વિજ્ઞાનનો શિક્ષક ન હોવા છતાં મંડળ દ્વારા ટ્યશન બંધ કરાતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

સરકારના નિયમ પ્રમાણે ટ્યુશન ના કરી શકાય
સ્કૂલની પ્રિમાઇસિસમાં સરકારના નિયમ પ્રમાણે ટ્યુશન ના કરી શકાય. મારા ઘરે 100નું ટોળું આવે બારણાં ખખડાવે તો હું શું કરું મારી સેફટી માટે મોબાઈલ હોય તો હું ઉતારી લવને. ચાર વર્ષથી ખાલી જગ્યા નથી વચ્ચે એક શિક્ષક આવ્યા રાજીનામુ મૂકીને જતા રહ્યા હાલ શિક્ષક માટે અમે ડી.ઓ કચેરીમાં રજૂઆત કરી છે છતા ગણિત-વિજ્ઞાન માટે એક પ્રાઇવેટ બૅનને વાત કરી છે. બી.એન.પટેલ,, મંડળના પ્રમુખ

વરસાદમાં સ્કૂલમાં આવીએ છીએ
અમે ત્રણ દિવસથી વરસાદમાં સ્કૂલમાં આવીએ છીએ. શિક્ષક ના હોવાથી અમે ટ્યુશનમાં જઈએ છીએ. પરંતુ મંડળ દ્વારા અમને ટ્યુશનમાં જવાની ના પડે છે.જયારે મંડળના પ્રમુખ બી.એ.પટેલ દ્વારા અમને અંદર પ્રવેશ કરવાની ના પડી છે. સોનલબેન.ડી ખાંટ,વિદ્યાર્થીની

જતા રહો નહીતો પોલીસ કેશ કરીશ
અમે ટ્રસ્ટી બી.એન પટેલને પૂછ્યું કે ટ્યુશન કેમ બંધ કરાવ્યું જ્યારથી નિયમ આવ્યો ત્યારથી કેમ નથી બંધ કરાવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમારે સર્ટી જોયતું હોયતો આચાર્ય જોડે જાવ અરજી આપી દીધી છે. જતા રહો નહીતો પોલીસ કેશ કરીશ. સંજય એમ પટેલ, ધોરણ 12 નો વિદ્યાર્થી

વિરપુર તાલુકાની ખેરોલી નૂતન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી ગણિત-વિજ્ઞાનના શિક્ષક ન હોવાથી અભ્યાસ વિહોણા બન્યા છે.- જીગર પટેલ

અન્ય સમાચારો પણ છે...