• Gujarati News
  • National
  • એક્ઝામમાં ડિજિટલ ઉપવાસ નહીં કરો તો સવાલ જવાબનું પાચન નહીં થાય

એક્ઝામમાં ડિજિટલ ઉપવાસ નહીં કરો તો સવાલ-જવાબનું પાચન નહીં થાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિ.માં ચાલી રહેલા ફેસ્ટમાં અાજે ટગ ઓફ વોર- દોરડા ખેંચ સહિત અન્ય ગેમ યોજાઇ હતી. ટગ ઓફ વોરના પહેલા જ રાઉન્ડમાં હારી ગયેલી ટીમે તાત્કાલિક બુટ-સેન્ડલ કાઢી નાંખ્યા. જેને પગલે તેમનો ત્રીજા રાઉન્ડમાં વિજય થયો હતો. આગળના પાર્ટિસિપન્ટે પણ એનુ અનુકરણ કર્યુ હતું. કોઇઅે કહ્યું કે જોયુ અાવી રીતે જીતાય આ ગેમ. પરંતુ અેક જ ટીમ આ ઉપાય કરીને જીતી શકી. બાકીની હારી ગઇ હતી.કોણે બોલાવ્યા એમને અહીંયા
રેનથી અહીંયા આવેલા લોકોનો અજીબ વ્યવહાર હોય છે. ડિસેમ્બર બાદ અહીંયા એનઆરઆઈ આવતા હોય છે, 2 - 3 દિવસ અચાનક ગાયબ થયેલી ફ્રેન્ડને જોઈને બુમ પાડી ને બોલાવી. અલી ક્યાં હતી?ω જવાદેને ફોરેનથી ગેસ્ટ આવ્યા છે. સો એમની જોડે હતી. કંટાળી ગઈ હું તો. અમારે ત્યાં તો એવું અને તેવું આખો દિવસ બેક ટુ બેક જ છે. અહીંયા તો કેવું છે એની વાતો કરે. ઘરેથી ગયા તો શાંતિ થઇ. અકળાઈ ને બીજી બોલી કે અહીંયા કોણે બોલાવેલા. જાતે જ આવે છે અને જાતે જ બોલ્યા કરે, એમને પૂછે છે કોણω?

કોન્વોકેશનમાં ગમતો ખેસ આપવો ને
 નિ.માં કોન્વોકેશન માં ફેકલ્ટી દીઠ અલગ હેટ અને ખેસ અપાયા છે. ખેસના કલર અલગ અલગ રખાયા છે. ફોર્મ ભરવા સાથે ખેસના કલર બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. છોકરીઓનું એક ગ્રુપ વાતો કરતુ હતું કે મારો ફેવરીટ કલર તો અલગ છે અને મને જે ખેસ અપાશે તે અલગ કલર નો છે. હવે મારે આખું ડ્રેસિંગ ચેન્જ કરવું પડશે. તો બીજી બોલી મારો ફેવ કલર બીજો છે. ત્રીજી બોલી આટલી ચિંતા ભણવામાં કરી છે?

કેમ્પસ કોર્નરમાં થતી અેક્ટિવિટી ને જણાવો...
અાપના કેમ્પસમાં થતી અેજ્યુકેશનલ, યૂથ, વુમન અેમ્પાવરમેન્ટ, ટેક્નોલોજીકલ, ઈનોવેટિવ પ્રકારની અેક્ટીવિટીઝને ફોટોગ્રાફ અને વિગતો સાથે cbvadodara@gmail.com પર ઈમેલ કરો. અથવા (0265)3983843 નંબર પર જણાવો.

ટગ ઓફ વોર આવી રીતે જીતાય
એકે ડિજિટલ ઉપવાસ કર્યા
 ક્ઝામ આવે એટલે સ્ટુડન્ટ ખાસ સોશ્યિલ મીડિયા અને ઈન્ટરનેટથી દૂર રહેતા હોય છે. એક્ઝામ સમયે એક છોકરાએ બીજાને મેસેજ કર્યા હશે પણ કોઈ જવાબ મળ્યો ન હતો. અચાનક યુનિ.માં ભેગા થઇ ગયા એટલે છોકરા એ પૂછ્યું કે ક્યાં હતો ભાઈ? કેટલા મેસેજ કર્યા કોઈ જ જવાબ નહિ? એટલે બીજો હસી પડ્યો અને કીધું કે એને ડિજિટલ ઉપવાસ કહેવાય. એક્ઝામ આવે એટલે સ્ટડી પર જ ફોકસ કરવાનું.

ટગ ઓફ વોર, કોન્વોકેશનના ખેસનો કલર, કોન્વોકેશનના મહેમાન પ્રેસિડન્ટ કે રાષ્ટ્રપતિ?ની ચર્ચાઓ કેમ્પસના કોર્નર્સમાં

તું અમારું સેન્સર બોર્ડ છે
 ક્ચર શરુ થવાના થોડાક સમય પહેલા ક્લાસ બહાર વાતો ચાલી રહી હતી. પદ્મવત ફિલ્મથી શરુ થયેલી ચર્ચા પછી અનેક મુદ્દાઓ પર પહોંચી. ત્યારબાદ એક કોમેન્ટ આવી કે અપને આમ ન કરવું જોઈએ. કોઈને ક્રિટિસાઈઝ કરવા વાળા આપણે કોણ? આપણે યુનિ.માં જ ઇશ્યુ ઉઠાવી નથી શકતા તો બહારના વિષયો પર શું કામ બોલવું? થોડાક લોકો સહમત પણ થયા. પછી એક છોકરી બોલી કે તું અમારું સેન્સર બોર્ડ છે. તું સરકારી સેન્સર બોર્ડ જેવી જ બકવાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...