• Gujarati News
  • National
  • ટ્રેડિશનલ આર્ટ પિછવાઇને ફેશનેબલ ટ્વિસ્ટ અપાયો

ટ્રેડિશનલ આર્ટ પિછવાઇને ફેશનેબલ ટ્વિસ્ટ અપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં અનેક આર્ટફોર્મસ જોવા મળે છે. તેને ડિઝાઇનર્સ ફેશન ટ્રેન્ડમાં લાવી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે શહેરના અરૂમા સ્ટુડિયો ખાતે દિલ્હી સ્થિત ડિઝાઇનર પ્રશાંત અને શ્વેતા ગર્ગ દ્વારા પિછવાઈ આર્ટ પર ટોક યોજાઈ હતી. નાથદ્વારા રાજસ્થાનની 400 વર્ષ જૂની પિછવાઈ પેઇન્ટિંગ ડિવોશનલ આર્ટ તરીકે જાણીતી છે. પરંતુ તેનો ફેલાવો રાજસ્થાન અને ગુજરાતમાં છે. પિછવાઈ પેઈન્ટિંગ્સ જાણીતા છે પરંતુ બંને ડિઝાઈનરોએ રેર આર્ટને ફેશનેબલ ટ્વીસ્ટ આપી આઉટફિટમાં ઉતાર્યા હતા.

400 વર્ષ જૂની આર્ટ એડોપ્ટ કરી તેને ટ્રેન્ડી બનાવી જીવાડવાનો પ્રયાસ
પિછવાઇ આર્ટને મહિલાઓએ પ્રદર્શિત કરી હતી

ઓથેન્ટિક આર્ટ સાથે ‘ગાય માતા’ને સ્થાન
અમે ડિગ્રી લીધેલા ડિઝાઇનર્સ નથી. આ શોખ છે. 15 વર્ષથી સાડીઓ ડિઝાઇન કરીએ છીએ. પરંતુ પિછવાઈ આર્ટ ફોર્મસમાંથી છેલ્લા 2 વર્ષથી સાડી બનાવીએ છે. પિછવાઈ આર્ટના કારીગરો તેને છોડી રહ્યા હતા કારણકે રોજગારીનો અભાવ હતો. ત્યારે અમારા પ્રયત્નથી કારીગરોને રોજગારી પણ મળી રહી છે. - પ્રશાંત ગર્ગ, ડિઝાઇનર

પિછવાઈ આર્ટમાં શ્રીનાથજી કેન્દ્રમાં
પિછવાઈ નાથદ્વારાની પ્રાચીન આર્ટ હોવાથી શ્રીનાથજી કેન્દ્રમાં છે. જેથી આઉટફિટમાં ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા, ગાય, કમળ, કેળાનું વૃક્ષ, ગોપીઓ, મોર રજૂ થાય છે.

મહિનામાં બને છે ફક્ત એક જ સાડી
અનેક રાજ્યોના કારીગરોની મહેનતથી એક સાડી બને છે.ભાગલપુર-બિહારમાં મુખ્ય મટીરીયલ બની કચ્છના કારીગરો પ્રિન્ટિંગ કરે છે. નાથદ્વારાના કારીગરો પિછવાઈ આર્ટ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...