તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઠગાઈનો પર્દાફાશ થયા બાદ રહસ્યમય રીતે મહીમાંથી મૃતદેહ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈનો પર્દાફાશ થયા બાદ રહસ્યમય રીતે મહીમાંથી મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
~6.97 લાખની ઠગાઈમાં સંડોવાયેલી યુવતીનો મૃતદેહ મળતાં શંકા-કુશંકા

મકરપુરામાંસાળા અને તેના પાડોશીના દાગીના અને રોકડ રકમને ડબ્બામાં મુકાવ્યા બાદ ~6.97 લાખના દાગીના સગેવગે કરી છેતરપિંડી કરવાના બનાવમાં મકરપુરા પોલીસે બનેવીની ધરપકડ કરી હતી, પરંતુ તેની પત્ની અને પુત્રી વિશે પોલીસને નક્કર માહિતી મળી શકી હતી.જોકે પાંચ દિવસ પહેલાં મહિસાગર નદીમાં મળેલા યુવતીના મૃતદેહની તપાસ કરાતાં તે કિરણની પુત્રી નિધિનો હોવાનું બહાર આવ્યું હતું.

તરસાલીમાં રહેતા નીતિન ચોગલેએ તેના બનેવી કિરણ વીરગાંવકર તથા કિરણની પુત્રી નિધિ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ કિરણે તેની પુત્રીના શરીરમાં ગુરુજી આવતા હોવાથી તમારા સોનાચાંદીના દાગીના અમે કહીએ ત્યાં મૂકી દો, તેમ જણાવી મા્ળિયામાં મુકાવ્યા હતા. ઉપરાંત 1,65,000 પણ લાલ કપડામાં વીંટાળી માળિયા પર મૂકવા જણાવ્યું હતું. કિરણ અને તેની પુત્રીએ ત્યાર બાદ નીતિનના પાડોશી રમેશને પણ દાગીના ડબ્બામાં મુકાવ્યા હતા. બાદ કિરણે તેના સાળા નીતિનને ઘેર જવા દેતાં તેને શંકા જતાં જબરદસ્તીથી ઘરની ચાવી ઝૂંટવી તપાસ કરતાં તેના દાગીના મળતાં પિતાપુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કિરણની ધરપકડ કરી હતી. કિરણનો જામીન પર છુટકારો થયો હતો. દરમિયાન ગત 15 જુલાઇના રોજ છાણી પોલીસને ફાજલપુર પાસે મહિસાગરમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો, જેથી છાણી પોલીસે તપાસ કરતાં મૃતદેહની ઓળખ થઇ ગઇ હતી. ઠગાઈના બનાવ બાદ નિધિનો મૃતદેહ મળતાં શંકા-કુશંકા ઉભી થઈ છે. નિધિએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પત્ની અને પુત્ર ગૂમ થતાં અરજી આપી હતી

કિરણની પત્ની લતિકા અને તેનો 12 વર્ષનો પુત્ર ગુમ હોવા અંગે જામીન પર છૂટેલા કિરણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પીએસઆઇ કે.જે.ભોયેએ જણાવ્યું હતું કે કિરણની પત્ની અને પુત્ર ગુમ હોવા બાબતે અરજી આવતાં અમે તપાસ શરૂ કરી છે. કિરણની ધરપકડ થયા બાદ તેની પત્ની અને પુત્ર ગુમ છે, જ્યારે તેની પુત્રીનો મહિસાગરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદમાં કિરણ ઉપરાંત તેની પુત્રી નિધિને પણ આરોપી તરીકે દર્શાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો