તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લંડન ફેશન સ્કાઉટમાં શહેરની સ્ટુડન્ટના વર્ક ડિસપ્લે કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડન ફેશન સ્કાઉટમાં શહેરની સ્ટુડન્ટના વર્ક ડિસપ્લે કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા.17મી સપ્ટેમ્બરે ફેશન વીક યોજવામાં આવેશે

10 ડિઝાઈનર પસંદ કરવામાં આવશે

લંડનફેશન વિકના અંતર્ગત ફેશન સ્કાઉટ જુલાઈના ત્રીજા અઠવાડિયામાં ફાઇનલ જુરી રાખવામાં આવી છે. જેમાં 17 ફાઇનાલિસ્ટ માંથી 10 ડિઝાઈનર પસંદ કરવામાં આવશે. ઉપરાંત આઇએનઆઇએફડી કોર્પોરેટ ડિરેક્ટર રીતુ કોચરે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ્સ પોતાના વિશિષ્ઠ ડિઝાઇન સંગ્રહ આંતરરાષ્ટ્રીય ડિઝાઈનરો સમક્ષ પ્રસ્તુત કરશે. ઉપરાંત આઇએનઆઇએફડી ના સ્ટુડન્ટ્સને ઇમ્પ્લિમેન્ટેશન ટીમમાં પણ ભાગ લેવા મળશે.

સિટી રિપોર્ટર|વડોદરા

1943થીપહેલીવાર ભારતીય વિદ્યાર્થી સંસ્થા મુખ્ય ઇન્ટરનેશનલ ફેશન વીકમાં પોતાના સંગ્રહ રજૂ કરવા જઈ રહ્યા છે. લંડન ફેશન વીકના શૉ દરમિયાન, આઇએનઆઇએફડી જેનનેક્સ્ટ શૉ એટ ફેશન સ્કાઉટના અંતર્ગત આઇએનઆઇએફડીના 10 સ્ટુડન્ટ્સ પોતાના સંગ્રહ પ્રદર્શિત કરવાના છે. પ્રથમ ફેશન વીક ન્યૂયોર્ક ખાતે થયો હતો અને મિલાન, પેરિસ અને લંડનમાં યોજાયો હતો. 17મી સપ્ટેમ્બર 2016ના યોજાવનાર લંડન ફેશન વીકમાં ગુજરાતની એકમાત્ર કંચન ગુરવાનીએ ડિઝાઇન કરેલ ક્લોથ્સ અને બીજા સ્યુટ્સને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેની ફેશનનું સંગ્રહ વૈદિક કલા અને યોગથી પ્રેરિત છે. જે તેને પહેલા અને બીજા સિલેક્શન રાઉન્ડમાંથી પાર પાડવા મદદરૂપ થાય છે. કંચન ગુરવાની ગુજરાતની સૌપ્રથમ સ્ટુડન્ટ છે. જેનું લંડન ફેશન વીકમાં તેની ડિઝાઇનને પ્રદર્શિત કરવામાં આવશે. ઉપરાંત તેના મટીરિયલમાં ખાદી અને સિલ્કને વેસ્ટર્ન સીલેટ્સ સાથે મર્જ કરી ભારતીય સંસ્કૃતિની આર્ટ અને ક્રાફ્ટને એક વિદેશી અને આકર્ષક રૂપ આપ્યો છે.

કંચન ગુરવાનીએ તૈયાર કરેલ ડિઝાઇન એલિમેન્ટ્સમાં તેમને યોગના કન્સેપ્ટ્સ અને યોગના એલિમેન્ટને ધ્યાન આપી પ્રકારની ડિઝાઇન બનાવી છે. તેમના ડિઝાઇનમાં યોગને લાગતા પોઝિટિવ એનર્જી, ફ્લેક્સિબલ, રિફ્લેક્શન, ફોલ્ડ અને ગ્રેસ ઓફ યોગ જેવી બાબતોને ધ્યાને લઇ બીજી રીતે રિપ્રેસન્ટ કર્યો છે. તેથી ત્યાંના વેર્સ્ટન ક્લચરમાં ફેબ્રિક મેનિપ્યુલેશન ટેક્નિકથી યોગની ફ્લેક્સિબિલિટી પ્રસ્તુત કરવાની છે. આમાં કંચને જમ્પ સ્યુટ્સ, સ્કર્ટ, વેર્સ્ટન પેન્ટ, જેકેટ્સ ગાઉન્સ વગેરે જેવા ક્લોથ્સમાં યોગને એક આકર્ષક રીતે દર્શાવી હતી ડિઝાઇન અંગે કંચન ગુરવાની જણાવે છે કે, બહારના દેશમાં ભારતીય સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. તેથી યોગને મહતત્વ આપી, તેને એક અનેરો ટચ અાપી ડિઝાઇન તૈયાર કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો