તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચૂંટણીના નામે છાત્રો પાસેથી પૈસા લેવાતાં દેખાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના નામે છાત્રો પાસેથી પૈસા લેવાતાં દેખાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીમાંવિદ્યાર્થી સંઘની ચૂંટણીની તારીખો-જાહેરનામું જાહેર કરવા તેમજ વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસેથી હોસ્ટેલના સત્તાધીશો દ્વારા દિવસના રૂપિયા 50 લેવાના મુદ્દે આજે એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ સ્પેશિયલ સિન્ડિકેટની બેઠક પૂર્વે સિન્ડિકેટ સભ્યોને લેખિતમાં આવેદનપત્ર સોંપીને વિદ્યાર્થીઓના હિતમાં પગલાં ભરવાની માંગ કરી હતી.

યુનિ.માં 31મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની યુનિ.ના સત્તાધીશોએ જાહેર કર્યા બાદ પણ તે અંગેનું કોઇ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી. ચૂંટણી જંગ લડવા માટે થનગની રહેલા વિદ્યાર્થી સંઘોએ 31મી ઓગસ્ટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની માંગ શરૂ કરી છે. મુદ્દે આજે એનએસયુઆઇના છાત્રોએ યુનિ.ની એચઓ ખાતે સ્પે.સિન્ડિકેટની બેઠક પૂર્વે વીસી સહિત સિન્ડિકેટ સભ્યોને લેખિતમાં આવેદનપત્ર સોંપીને વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની તારીખો-જાહેરનામું પ્રસિદ્ધ કરવાની માંગ કરી હતી. છાત્રોએ નવા શૈક્ષણિક સત્રમાં વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને હોસ્ટેલના સત્તાધીશો દિવસના રૂપિયા 50 ચાર્જ ફટકારી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો રજૂ કરતાં સિન્ડિકેટ સભ્યો અવાક બની ગયા હતા. સિન્ડિકેટ સભ્યો પૈકીના મોટાભાગના બાબતે અજાણ હોવાનું બહાર આવ્યું હતું. સિન્ડિકેટ સભ્યોને રજૂઆત કર્યા બાદ એનએસયુઆઇના પ્રમુખ હિતેશ દેસાઇએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની જાહેરાત બાદ પણ યુનિ.ના સત્તાધીશો તેની તારીખો જાહેર કરતાં નથી. વળી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી દિવસના ~50 પ્રમાણે ચાર્જ વસૂલ કરાય છે. જે નિયમ મુજબ ખોટો છે. અંગે સિન્ડિકેટ સભ્યો નહીં પણ ખુદ રજિસ્ટ્રારને પણ માહિતી નથી. આગામી દિવસોમાં તેની શિકલ બદલી નાંખવા ચક્રો ગતિમાન કરાયાં છે.

સ્પેશિયલ સિન્ડિકેટ પૂર્વે સિન્ડિકેટ સભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો