તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસણા રોડ પર 2 મકાનમાં ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાસણાભાયલી રોડના ગેલેક્સી બંગ્લોઝમાં કોઇ ચોર ટોળકીએ 2 મકાનને નિશાન બનાવ્યા હતા. બંને મકાનમાંથી તસ્કરોએ ~28000ની મતાની ચોરી કરી હતી. ચોરી અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

વાસણા ભાયલી રોડ પરના ગેલેક્સી બંગ્લોઝમાં રહેતા અપૂર્વ રાજેશ શાહ બેરિંગનો વ્યવસાય કરે છે. જ્યારે તેમનાં પત્ની ડોક્ટર છે. તેઓ સામાજિક પ્રસંગમાં મુંબઇ ગયાં હતાં. દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશેલા કોઇ તસ્કરે ડ્રોઇંગ રૂમમાંથી રોકડા ~26500ની ચોરી કરી હતી. ઉપરાંત નજીકના અપૂર્વભાઇના મકાનના ઘરમાંથી પણ લેડિઝ પર્સમાં મૂકેલા ~1500ની ચોરી કરી તસ્કર ફરાર થઇ ગયા હતા. ~28000ની ચોરી સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તસ્કરની શોધખોળ હાથ ધરાઇ છે. તેમજ આગળની કાર્યવાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો