તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એસબીઆઇનું ATM તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસબીઆઇનું ATM તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાન્યૂ વીઆઇપી રોડ પર આવેલા સાંઇ દર્શન રેસિડેન્સી સ્થિત એસબીઆઇના એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર ટોળકીના એક સાગરીતને પોલીસે ઝડપી લીધો હતો. શખ્સને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલત દ્વારા તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે ટોળકીના મહત્ત્વના બે આરોપી મંગળવારના રોજ બારડોલી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ ગયા હતા. ટોળકી પાંચ જિલ્લામાં એટીએમ ચોરીમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું.

ગત 20-04-2016ના રોજ ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા સાંઇદર્શન રેસિડેન્સી સ્થિત એસબીઆઇ બેંકને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પેટ્રોલિંગમાં રહેલા હોમગાર્ડ તુરત સ્થળ પર પહોંચી ગયા હતા. આથી તસ્કરો ભાગી છૂટ્યા હતા. બાપોદ પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન ડીસીબી પોલીસ દ્વારા મકરપુરા બાદશાહ નગર ખાતેથી બાતમીના આધારે રમેશ પ્રતાપ પરમાર(રહે, પુનમ નગર, આજવા રોડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ હાથ ધરતાં રમેશ દ્વારા ટોળકીના રામપ્રકાશ રામમુરત બિંદ (રહે, કલ્પના નગર, મકરપુરા) તથા ચેતન શિવા પરમાર (રહે, પૂનમ નગર)ની સાથે મળીને એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. બાપોદ પોલીસ દ્વારા ડીસીબી પોલીસમાંથી રમેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રમેશ પરમારને બુધવારે અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલત દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, રામપ્રકાશ રામમુરત બિંદ રમેશ પરમારનો સાળો થાય છે અને ચેતન પરમાર રમેશનો સાઢુભાઇ થાય છે. રામપ્રકાશ અને ચેતન 19-07-2016ના રોજ બારડોલી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ ગયા છે અને હાલ તેઓ ક્યાં છે તેની જાણકારી રમેશ પાસે હોવા છતાં તે જાણકારી આપતો નથી.

ઉપરાંત વધુ સહ આરોપીઓ કોણ છે અને ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘરફોડનાં સાધનો કોની પાસેથી મેળવવામાં આવ્યા છે તે અંગેની માહિતી મેળવવાની છે. રમેશ વડોદરા ઉપરાંત નવસારી, આણંદ, અમદાવાદ, સુરત સહિતના જિલ્લામાં પણ એટીએમ ચોરીમાં સંડોવાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આથી પોલીસે કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય બે આરોપી બારડોલીથી ફરાર થઇ જવામાં સફળ

ન્યૂ વીઆઇપી રોડ પર સાંઇ દર્શન રેસિ. પાસેનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો