તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 5% ખાલી બેઠકો માટે યુનિ.માં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5% ખાલી બેઠકો માટે યુનિ.માં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંનવા શૈક્ષણિક સત્ર માટે ઓનલાઇન એડમીશન પ્રક્રિયાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિવિધ ફેકલ્ટીઓમાં અમુક અભ્યાસક્રમમાં હજુ પણ 5 ટકા જેટલી બેઠકો ખાલી રહી હોઇ યુનિ.ના સત્તાધીશો ખાલી બેઠકો ભરવા માટે પુન: ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરશે.

નવા શૈક્ષણિક સત્ર માટે હાથ ધરાયેલી ઓનલાઇન એડમીશન પ્રક્રિયાની કાર્યવાહીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ જેવી મુખ્ય ફેકલ્ટીમાં અમુક અભ્યાસક્રમોમાં બેઠકો ખાલી છે. બેઠકો ખાલી હોઇ તે બેઠકોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તે માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા પુન: શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં યુનિવર્સિટીના એકઝામ વિભાગ દ્વારા પ્રવેશની પ્રકિયાનો બીજો રાઉન્ડ શરૂ કરાશે. જેમાં ખાલી બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બેઠકો ખાલી હોવા છતાં પણ ઓનલાઇન પ્રવેશની પ્રક્રિયા બંધ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો