તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મ્યુ.કમિશનરે નાગરિકો સાથે વોટ્સ અેપ પર ગ્રૂપ બનાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુ.કમિશનરે નાગરિકો સાથે વોટ્સ અેપ પર ગ્રૂપ બનાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકોનીસમસ્યાના ઉકેલ માટે તેમની ભાગીદારીનો નવતર અભિગમ મ્યુ.કમિશનરે કર્યો છે અને તેના માટે 12 મુદ્દા(સેલ)આધારિત વોટ્સ અેપ ગ્રૂપ બનાવ્યું છે અને તેની પહેલી બેઠક ગુરુવારે રાખી છે.

શહેરમાં હાલમાં સફાઇ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાં સોસાયટીના રહીશો પણ જોડાઇ રહ્યા છે. અભિયાનને વેગ આપવા માટે મ્યુ.કમિશનર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. એટલું નહીં,અન્ય મુદ્દાઅો પર ચર્ચા કરવા માટે તેમજ મંતવ્યો મેળવવા માટે પ્રતિષ્ઠિત નાગરિકો-સંગઠનોના બનેલા વોટ્સ અેપ ગ્રૂપમાં તેમને રસ દાખવ્યો છે.

તેમને બાર બાબતોના ‘સેલ’ બનાવી દરેક સેલમાં 30 થી 40 નાગરિકોને મેમ્બર બનાવ્યા છે. 12 સેલમાં રહેણાક વિસ્તારમાં ડોર ટુ ડોરની કામગીરી સઘન બનાવવી, કોમર્શિયલ વિસ્તારમાં ડોર ટુ ડોરની કામગીરી સઘન બનાવવી, કન્સ્ટ્રકશન વેસ્ટ-કાટમાળ રોડ પર ના નાંખવો, રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ, સ્ટ્રીટ ક્લીનિંગ માટે અદ્યતન મશીનરીનો ઉપયોગ,શિક્ષણના માધ્યમથી બાળકોમાં સારી ટેવોનું પાલન કરાવવું, સ્ટ્રીટ બ્યુટિફિકેશન,હેરિટેજ સ્ટ્રકટર-ઓલ્ડ સિટી ફોકસ,તળાવો-જળાશયોની સાફ સફાઇ અને બ્યુટિફિકેશન(લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ) તેમજ સોલિડ વેસ્ટના પ્રોસેસિંગથી એનર્જી-બાયોડીઝલ સહિતનું ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે. મ્યુ.કમિશનરે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ સહિત બે સેલના નાગરિકો સાથે ગુરુવારે બેઠક બોલાવી છે અને આગામી દિવસોમાં તબક્કાવાર રીતે બેઠક બોલાવીને મંતવ્યો મેળવાશે.

એક દિવસમાં 1669 ટન કાટમાળનો નિકાલ

મિશન 100 દિવસ હેઠળ શહેરમાં રાત દિવસ સાફ સફાઇની કામગીરી ચાલી રહી છે. કામગીરી હેઠળ શહેરમાંથી વધુ 1669 ટન કાટમાળનો નિકાલ કરવામાં આવ્યો હતો. સેવાસદનના દરેક ઝોન હેઠળ દિવસની રોજિંદી કામગીરી ઉપરાંત રાત્રિ સફાઇ પણ કરવામાં આવી રહી છે. કામગીરી રાતના 3 વાગ્યા સુધી ચાલે છે અને મ્યુ.કમિશનરને વોટ્સ અેપના માધ્મયથી ફોટા સાથે જાણ કરવામાં આવી રહી છે. કામગીરી પાર પાડવા માટે 43 ટીમ,સેવાસદનની 55 તેમજ ખાનગી કોન્ટ્રાકટરની 59 મશીનરીને ઉપયોગમાં લેવામાં આવી હતી.

સમસ્યાના ઉકેલ માટે લોકોની ભાગીદારીનો નવતર અભિગમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો