તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકારણ પરેશાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણીગેટવિસ્તારમાં રહેતા વેપારીના પુત્રને માતાએ સ્કૂલે જવાનું કહેતાં તેણે સ્કૂલ બેગમાં કપડાં ભરી ‘મૈં જા રહા હૂં, નહિ આઉંગા’ કહી ઘરના દરવાજાને બહારથી બંધ કરી ભાગી ગયો હતો. શોધખોળ બાદ નહિ મળતાં પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જોકે રાત્રે તેના પિતાને ન્યાયમંદિર પાસેથી નિદ્રાધીન અવસ્થામાં મળી આવતાં હાશકારો થયો હતો.

પાણીગેટ વિસ્તારમાં રહેતા અને પાનસોપારીની દુકાન ધરાવતા વેપારીને 4 પુત્ર અને 1 પુત્રી સહિત 5 સંતાનો છે. 11 વર્ષનો ત્રીજા નંબરનો પુત્ર સરકારી સ્કૂલમાં ધો.6 માં અભ્યાસ કરે છે. તેમનો પુત્ર સવારે 7:30 વાગે મદ્રેસામાં ગયો હતો. 9:30 વાગે મદ્રેસામાંથી પરત આવ્યા બાદ પુત્રને તેની માતાએ સ્કૂલમાં જવાનું છે કપડાં બદલી લે તેમ કહેતાં તેણે સ્કૂલનો યુનિફોર્મ પહેર્યા બાદ થોડીવારમાં કાઢી નાખ્યો હતો.ત્યારબાદ તેણે રોજિંદાં પહેરવાનાં કપડાં બ્લ્યૂ કલરનું ચેક્સ શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને સ્કૂલ બેગ જેવી બેગમાં તેનાં કપડાં ભરી લીધાં હતાં. પોણા દસ વાગ્યાના સુમારે તેણે માતાને ‘મૈં જા રહા હૂ, નહિ આઉંગા’ કહી ઘરેથી નીકળી ગયો હતો. ઘરની બહાર જતાં જતાં તેણે દરવાજાને બહારથી કડી મારી બંધ કરી દીધો હતો. ગભરાઇ ગયેલી મહિલાએ પતિને જાણ કરતાં તેઓ તુરંત ઘરે દોડી આવ્યા હતા. માતા-પિતાએ તપાસ કરતાં મળી આવ્યો હતો. તેની પાસે ~1,000 પણ હોઇ અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રાત્રે વેપારી તેમના સ્વજન સાથે પુત્રની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ન્યાયમંદિર પાસે તે નિદ્રાધીન અવસ્થામાં મળી આવ્યો હોવાનું તપાસકર્તા પીએસઆઇ એચ.પી. ગામીતે જણાવ્યું હતું.

શાળા જવાના અણગમાથી ઘરેથી નીકળી ગયો

ધો.6 નો વિદ્યાર્થી શાળાએ જવાના અણગમાના કારણે ઘરેથી નીકળી ગયો હોવાનું પોલીસનું અનુમાન છે. તપાસકર્તા પીએસઆઇ ગામીતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના પિતા રાત્રે તેમના મિત્ર સાથે બાઇક પર શોધખોળ કરવા નીકળ્યા હતા ત્યારે ન્યાયમંદિર પાસે વિદ્યાર્થી સૂઇ રહ્યો હતો. ગુમ થયેલો પુત્ર પિતાને મળી આવ્યો હતો. ઘરેથી નીકળી જવા પાછળનું કોઇ સ્પષ્ટ કારણ જણાવ્યું હતું.

વિદ્યાર્થી ઘરેથી ~1,000 લઇ નીકળ્યો હતો

11 વર્ષનો પુત્ર સ્કૂલ બેગ જેવી બેગમાં કપડા ભરીને નીકળી ગયો હોવાની પત્નીએ વાત કરતા વેપારીએ સઘન શોધખોળ શરૂ કરી હતી. તેમણે તપાસ કરતાં પુત્ર પાસે રૂા.1000 હતાં. તે ઘરેથી રૂપિયા લઇને નીકળ્યો હતો. તેની પાસે રૂપિયા હોવાનું પણ પિતાએ પોલીસને જણાવ્યું હતું. વિદ્યાર્થીના સ્વજનો તેમજ પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે તેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો હતો.

‘મૈં જા રહા હૂં, નહિ આઉંગા’ કહી છાત્રનો ગૃહત્યાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો