તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 22 કરોડનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છતાં ડહોળું પાણી આવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 કરોડનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છતાં ડહોળું પાણી આવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીનદીનાઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થયેલી પાણીની નવી આવકના પરિણામે 25 ટકા શહેરી જનોને ડહોળું પાણી મળી રહ્યું છે અને હજુ ચોમાસામાં આવી સ્થિતિ રહેશે તેવું ખુદ તંત્ર પણ માની રહ્યું છે.

મહી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો અને તેના કારણે મહી નદીમાં પાણીની નવી આવક થઇ છે. દોડકા ખાતે રૂા.22 કરોડના ખર્ચે 50 મિલિયન લિટર પાણીના શુદ્ધિકરણ માટેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયેલો છે પરંતુ 190 મિલિયન લિટર પાણી શુદ્ધિકરણ થયા વગર કુદરતી રીતે શહેરી જનોને મળી રહ્યું છે. હાલમાં, મહી નદી બે કાંઠે વહી રહી છે અને તેનું લેવલ 10 મીટરને વટાવી રહ્યું છે. પાણી વધારે પડતી ટર્બિડિટીવાળું હોવાથી તેમાં માટીનું પ્રમાણ વધ્યું છે અને નળમાંથી ડહોળું પાણી મળતાં ઘરેઘરે હોબાળો થયો છે.ખાસ કરીને, હરણી,સમા પાણીની ટાંકી તેમજ વારસિયા-એરપોર્ટ બુસ્ટરમાંથી પાણી મેળવતા ફતેગંજ, સરદાર એસ્ટેટ, નિઝામપુરા,સમા,હરણી, ન્યૂવીઆઇપી રોડ,વારસિયા અને આજવા રોડ વિસ્તારના રહીશો સૌથી વધુ ડહોળા પાણીથી હેરાનપરેશાન થઇ રહ્યા છે.

અલબત્ત, હજુ 48 કલાક સુધી માટી મિશ્રિત પાણી શહેરના 4 લાખ નાગરિકોને મળે તેવી શક્યતા બિલકુલ નકારી શકાતી નથી.

કયા વિસ્તારને અસર?

} સમા રોડ } મહેસાણાનગર } સમા ચાણક્યપુરી } ફતેગંજ } બાપોદથી નવજીવન સોસાયટી } રામદેવનગર } સરદાર એસ્ટેટ રોડ } વિનય સોસાયટી-આજવા રોડ } કિશનવાડી રોડ } વૈકુંઠ-2 } હરણી માણેકપાર્ક }ખોડિયાર નગર રોડ } હરણી ગામ } હરણી મોટનાથ મંદિર રોડ } વારસિયા.

ડહોળંુ પાણી આવતાં 4 લાખ લોકો પરેશાન

મહીમાં પાણીની આવક થતાં ફરી સમસ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો